________________
પાવીને સહવાસ
૩૧
જીવનમાં જે ફરક રહે છે તે સહજ જોઈ શકાય છે. એ જાતનું ચિત્ર પાટનગરની પ્રજાના બદલાયેલા માનસમાં સ્પષ્ટ જોવામાં આવતું હતું. એ સર્વના નિમિત્ત ભૂત વિશાલીના સ્વતંત્ર વાતાવરણમાંથી આવેલી રાણી પદ્માવતી હતી. આ રીતે એકાંત સુખમાં ભૂપ દધિવાહનનાં વર્ષો વ્યતીત થવા માંડ્યાં.
નીતિકારના લોકમાં ગૃહિણીના જે ગુણે વર્ણવેલા છે. “કાબુ મંત્રી ને કરણેષુ દાસી” કિંવા ભેજનેષુ માતા ને શયનેષુ રંભા જેવાં જે વિશેષણ અપાયેલાં છે તે સાક્ષાત્કાર કરવાનો રાજવી દધિવાહન માટે તો રોજને ક્રમ થઈ પડ્યો છે.
રાજકાજનો પરિશ્રમ અંતઃપુરમાં પગ મૂક્તાં જ નૃપ ભૂલી જાય છે. દાંપત્યજીવનના નવનવા આનંદમાં જે એકતા અનુભવાય છે તે અન્યત્ર ભાગ્યેજ જોવા મળે તેમ છે. બીજા અંતપુરે માફક અહીં શોની ખડપ કે ધિંગાણાનું નામ પણ નથી સંભળાતું. પ્રાતઃકાળનો કિમતી સમય ઉદ્યાનમાં આવેલ શ્રીવાસુપૂજ્ય સ્વામીના સ્વપના પૂજન-સ્તવનમાં અને પછીથી રાજ્યના કામકાજમાં વ્યતીત થાય છે. સંધ્યાકાળ તો નગરીના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરવામાં અને પ્રજાના સુખદુઃખ જાણવામાં પસાર કરાય છે. - જ્યાં પલ્યોપમ અને સાગરેપમ જેવા કાળના વહાણાં વહી ગયાં ત્યાં ચંપાના સ્વામીના-હરાઈને ઇર્ષા ઉપજાવે તેવાં થોડાં વર્ષો વહી જાય એમાં આશ્ચર્ય પણ શું !
પ્રજાના કલ્યાણમાં સદેવ રત રહેનાર. અહર્નિશ પ્રજાના મૌન આશીર્વાદનું ભાજન બનનાર આ દંપતી પર જનસમૂહની તે નજર ન બેઠી, પણ વિચિત્ર રીતે વિશ્વનું સંચાલન કરનાર વિધાતાની તે રડી અાંખ થઈ.
અંગદેશની જનતા રાણી પદ્માવતી સગર્ભા થયાના સમાચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com