________________
શ્રમણત્વમ ઈદમ રમણીયતમ
૨૪૩.
એરતના વ્યવહાર-વર્તનમાં તરતમતાઓ ઘણી ઘણી. એ સર્વને તારી પાર કરનાર સાધ્વી ચંદનબાળા જેમ રમણી રત્ન તરીકે પ્રકાશી ઊયું હતું, તેમ શ્રમણ જીવનમાં પૂર્ણ પણે ઝળકી રહી, કેહિનુર તરિકેની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એ તરફ મીટ માંડીએ-પાંચસો સખીઓના પરિવારે શેભતી પ્રિયદર્શના, શ્રેણિક નરેશની સંખ્યાબંધ રાણીઓ, દેવાનંદા બ્રાહ્મણ, સતી મને રમા, ચંડપ્રદ્યોતની અંગારવતી આદિ આઠ રાણીઓ, જયન્તિ, મૃગાવતી વિગેરેનાં જીવન ઘડતરમાં ચંદના સાધ્વીને ફાળે ના સૂનો નથી. શાસ્ત્રોમાં એ અંગેના ઉલ્લેખ વિખરાયેલા પડેલા હોવા છતાં તેજસ્વી મણિકણિકાઓસમ શોભે છે. અહીં તે એમાંના એકાદ બે પ્રત્યે દષ્ટિપાત કરી સંતોષ માન રહ્યો.
અંગ દેશની ચંપામાં, રાજવી કરકંડૂના આગ્રહભર્યા આમંત્રણથી પધારી, જ્યાં બારમા તીર્થપતિ શ્રીવાસુપૂજ્ય સ્વામીને શુભ (સૂ૫) હતે. એ ઉદ્યાનમાં બહુ ધામધુમ પૂર્વક–સુદર્શન શેઠ અને સતી મનોરમાને સ્વશાસનમાં દીક્ષિત કરી પ્રભુ મહાવીરે કૌશામ્બીમાં પગલાં પાડ્યાં હતાં. નગર બહાર આવેલ ચન્દ્રાવતરણ ચિત્યમાં તેઓશ્રીને ઉતારો હતો. ચંદના પ્રમુખ સાધ્વી સમુદાય શહેરની વસતીમાં પ્રભુના આગમન પૂર્વે આવી ગયો હતે.
કૌશામ્બી પતિ શતાનિક એકાએક અતિસારના રોગથી ગુજરી જતાં, બાળક ઉદયનની અલ્પ વય હોવાથી રાજ્ય કારભાર રાજમાતા મૃગાવતીની સલાહથી પ્રધાને ચલાવતા હતા.
પ્રભુ વંદન નિમિત્તે રાણી મૃગાવતીએ, એની નણંદ જયક્તિએ રાજ પરિવારના જુલુસ સહિત ચંદ્રાવતરણ ચિત્ય તરફ પ્રયાણ કર્યું. નગરવાસી પ્રજાજનો એમાં જોડાતા ગયા. સરઘસ સમવસરણની ભૂમિએ આવી પહોંચ્યું, ત્યારે ત્યાને દેખાવ માનવના મહાસાગર સમ થઈ ગયે. ભગવાન મહાવીર દેવે ૫ર્ષદામાં સૌ કોઈ સમજી શકે એ રીતે આત્મયને કેન્દ્રમાં રાખી ધર્મોપદેશ દીધો. સભાજનો પણ કઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com