________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
૨૩૯
આશા ફળી—બીજે દિને સવારે જ ધામધુમ સહિત, સેાના ને રૂપા જાણું, તેમજ ધાન્ય તે વસ્ત્રો છુટા હાથે દાનમાં દેતી, દીક્ષા માટેના શ્વેત વસ્રાવાળી છાત્ર માતુશ્રી મૂલાના હાથે રખાવી, પાલખીમાં બેસી કૌશામ્બીના બજાર વચ્ચેથી વાજતે ગાજતે નીકળી પડી. એ સરધસને મામાં જ સમાચાર સાંપડયા } ભગવંત સરિતા તટથી વિહાર કરી મહાસન વનમાં પહોંચ્યા છે. દેવાએ ત્યાં સમવસરણની રચના પણ કરી છે.
તીર્થ સ્થાપના કરવા સારૂ તે! આ સ્થાને પ્રભુએ પગલાં પાડયાં પડતાંવેંત સાધન સામગ્રી તૈયાર હતી. શક્રેન્દ્રે દિવ્ય ચૂર્ણના ચાલ મગાબ્યા. એ આવતાં જ પેાતાના હાથમાં ધરી પ્રભુ સામે ઊભે. પ્રભુએ સિંહાસનથી ઊતરી, એમાંથી ચૂણ ગ્રહણ કરી, પ્રથમ ગણધર તરિકે શ્રી ઈંદ્રભૂતિ ગૌતમના શિરે એ ત્રણ વાર નાંખ્યું. · ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ’રૂપ ત્રિપદી સંભળાવી–અનુક્રમે ખીજા દશને પણ ગણધર પદવી આપી. સાધ્વીમાં મુખ્ય એવું પ્રવર્તિનીનું પદ ચંદનબાળાને આપતાં પૂર્વવત્ વિધિ કરી. એ સર્વના મરત} પદા સમુદાયે અક્ષતાનાં વધામણાં કર્યાં. શ્રાવક-શ્રાવિકા વર્ગોમાં શ્રેણિક દંપતીનાં નામને ઉચ્ચાર કરી, ચર્તુર્વિધ સ ંધ સ્થાપ્યા અને પેાતાનુ શાસન પ્રવર્તાવ્યું. ધન્ય એ દિવસ. ધન્ય એ ઘડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com