SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કમળ સમ નિર્લેપ ૨૦૭ એ સાથે હૃદયમાં અવાજ ઊઠે, ત્યારે આ સર્વને ઠેકર મારી નીકળી પડજે. ઘડીભર પણ “જે” “તો” ના આંકડા મૂકવા ન જતા સામા વિરલા તો એજ કે જે ભોગવી જાણે તેમ જોગવી પણ જાણે. પ્રિય વંદના ! વહાલી સ્વસા ! તમારી મધુરી વાણી અને એ પાછળની અડગતા મને મૂક બનાવે છે. મારા હાથ હેઠા પડે છે. ફરજીયાત હા ભણવી પડે છે. “આવી વ્હેન પણ વડિલોના માર્ગે મળશે અને હું એકલવાયેજ અહીં પડી રહીશ” એ વિચારે મારું અંતર લેવાય છે. વહાલા બંધુ ! તો હવે મહારે પાછા ફરવું જ જોઈએ. જો તમને અનુકૂળ હોય તો મને કશામ્બીમાં જતાં પહેલાં સંયમ પંથમાં વિચરી રહેલી માતા પિતાને મળવાની એ ત્યાગી પુગોનાં દર્શન કરવાની ઇચ્છા છે. બહેન ! હું ઘણીજ ઉત્તમ વાત કહી. રાજકાર્યોમાં પડેલ હું એ વાત તો સાવ વીસરી ગયો હતો. હમણાંજ માણસો દોડાવી તપાસ કરાવું છું કે તેઓ હાલ કયા સ્થળમાં વિચરે છે. ભાઈ ! મેં એ સમાચાર મેળવી લીધા છે. પુરૂષાદાની પાર્શ્વભગવંતની શિષ્ય પરંપરામાં ઊતરી આવેલા પૂજ્ય શ્રી કેશી મહારાજના ગચ્છમાં તેઓ દીક્ષિત થયેલ છે. એ શ્રમણને સમૂહ હાલ કલિંગ દેશમાં વિચરી રહેલ છે. સાંભળવા પ્રમાણે કુમાર-કુમારી નામની બે ટેકરીઓ કે જે ચિંતન-મનન કિવા ધ્યાન માટે અનુકૂળ ગણાય છે, તેની નજિકના પ્રદેશમાં સંત દધિવાહન અને સાહૂણું પદ્માવતી છે. આતો ધણા સારા સમાચાર. બહેની ! તું તથા હારી ભાભીઓ જલ્દી તૈયારી કરો અને હું પણ કેટલીક ગોઠવણ કરી લઉં કે જેથી ચાર પાંચ રોજમાં જ અહીંથી ઊપડી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy