SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સતી શિરોમણું ચંદનબાળા અને અસૂયા, અરે અવિચારીપણું એાછા ટીકા પાત્ર ન ગણાય. એ ઘરમાં કયા મોઢે હું પગ મૂકું ? સ્વામીના સામાન્ય કાર્યમાં દૂષણ જેનાર અને શંકા ધરનાર મને હવે એ ઘડીભર પણ સંધરે કે? દીકરી ! અરે ભૂલી, રાજકુમારી ! મારો અપરાધ તું સાચા હદયથી માફ કર. મારો આ પ્રશ્ચાતાપ ઉપરછલ્લો નથી પણ અંતરના ઊંડાણને છે એની પ્રતિતી તું શેઠજીને કરાવજે અને મારા સરખી દેષિત પ્રત્યે વધુ નહીં તે તેમના હદયના એકાદા ખૂણામાં સ્થાન રાખે એટલી પ્રાર્થના મારી વતી જરૂર કરજે. માડી ! તમારા શબ્દોથી ભોળવાઈ આ ચંદના પાછી ફરવાની નથી જ. હું તો તમને મારી સાથે રથમાં બેસાડીને લઈ ગયા વિના રહેવાની નથી. જન્મદાત્રી માતા કરતાં પણ તમારે ઉપકાર તે મારા પર અતિ ઘણે છે. સંકટ સમયે તમારે સધિયારે ન મળ્યો હોત તો આજે હું ભવસાગરની કઈ ગર્તામાં ગબડતી હોત ! ચંપા નગરીના રમણિય રાજમહેલ કે ભ્રાતા કરડૂના નેહસગપણ અગર કૌશામ્બીના રાણું મૃગાવતી મારા માસીબાના સહવાસ કરતાં પણ મને તમારા ઘરના ઓરડામાં વધુ મમત્વ છે. મારા જીવન ઘડતરમાં અગ્રપદે ત્યાંનું વાતાવરણ ભાગ ભજવે છે. માતાજી ! ધનાવહ શેઠ દ્વારા જ મારી દીક્ષાને વરઘોડે ચઢશે અને એ પવિત્ર પંથ સ્વીકાર્યા પછી ધારણ કરવાનાં વસ્ત્રો તેમજ પાત્રોની છાબ તમારે જ લેવાની છે. વિલંબ ન કરો અને સત્વર તૈયાર થાવ. તમે એ વાત કદાચ નહીં જાણતા હો કે મારા રાજવી પિતાશ્રી દધિવાહને સંયમ સ્વીકાર્યો છે અને તેમની પ્રથમ રાણી પદ્માવતીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy