SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સતી શિરામણી ચંદનબાળw નહોતે. છતાં એ હવે મારી જોડે રાજ મહેલમાં રહેવા આવી હતી. જગતની આખે એ સુખના શિખરે બેઠી હતી. સંસારમાં રાજ્ય મહાલયના મન ગમતાં સુખો હાજર હતાં અને એ ત્યાગવાને સમય આવતાં ચરમ તીર્થંકરનાં ચરણની સેવા મળવાની હતી. પણ ચંદનાના અંતરમાં ચંપાને મહેલ, માસીને આવાસ કે પ્રભુ સેવા રૂ૫ ભાવિ સેલાં કરતાં, ધનાવહ શેઠનું ઘર અગ્રપદે હતું. કેપણ ઉપાયે મૂલા માતાને તેડી લાવવાના અને પિતાના ઘરને પૂર્વવત બનાવવાની એને કેડ હતા. એ તક જોઈ રહી હતી. થોડા દિન પસાર થતાં જ મૃગાવતી રાણી પર ભાણેજ એવા કરકંડૂ રાજવીને સંદેશો લઈ દૂત આવી પહોંચ્યો. સંદેશામાં પ્રભુ કથિત પદ્માવતી અને દધિવાહન વાળી વાત હતી અને પિતાના તરફના પ્રણામ હતા. વિશેષમાં ભગિની વસુમતીને તાકીદે પોતાના તરફથી આવનાર રસાલા સાથે ચંપા મોકલવાનું કહેણ હતું. માસીબાના મુખે ભાઈનો સંદેશ સાંભળતાં જ ચંદનાનું હૃદય નાચી ઊઠયું, યારી માતૃભૂમિને નિરખવાનું મન કેને ન થાય? સાચા માતા પિતાને આશ્રય ગુમાવી બેઠેલી વસુમતીને ભાઈને મેળાપ રેતીના રણમાં મીઠા પાણીની વીરડી સમ હતો. સાથે સાથે જવાનું નિમિત્ત મળતાં પોતે જે તક શોધી રહી હતી તે મળી જવાનો આનંદ પણ હતા. તૈયારી કરવાના મિષે એ ધનાવહ શેઠને ઘેર આવી પહોંચી. બીજે જ દિવસે રથમાં બેસી મૂલા શેઠાણીના પિયરવાળા ગામે દોડી ગઈ. - ઘર આંગણે રથની ઘૂઘરીઓ સાંભળતાં જ મૂલા જ્યાં બહાર ડાકિયું કરે છે ત્યાં તે વસુમતીને રથમાંથી ઊતરતી જોઈ. એને જોતાં જ મૂલાના મેતિયા મરી ગયા. ઘરમાં દોડી જઈ બેઠકમાં પગ મૃતાં જ એનાથી રડી દેવાયું. પિતે શું મોઢું બતાવે એ વિચારથી રૂદન કરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy