________________
૧૮૮
સતી શિરોમણી ચંદનબાળા એકા એક બહારના ભાગે થતાં ખડખડાટ અને હાકોટાથી એ જાગૃત બની. જાણવાની જિજ્ઞાસાથી એ કમાડ પાસે પહોંચી તે નીચેના શબ્દો એના કાને અથડાયા
- “ અરે કમલા ડેશી, તમો પણ આટલી હદે બેદરકાર રહ્યા ! - તમારા કહેવા મુજબ શેઠાણી પિયેર એકલા જ ગયા છે તે ચંદના જાય ક્યાં ? બીજા નોકરે તો અમારી હાજરીના અભાવે સગે વગે મહાલવા નીકળી પડયા; પણ તમારે તો એ પ્રકારનું કઈ વળગણું નથી. તમે કાને હાથ ઘો એ પાછળ જરુર કંઈ ભેદ જણાય છે,
કોઈની પણ ધાસ્તી રાખ્યા વિના જે સાચું હોય તે કહી -નાંખે. શેઠાણને આટલા વર્ષોમાં હું ગામતરે ગયો ત્યારે જ પિયેર સાંભર્યું એ પણ અજાયેબીને! મને માર્ગને ઓછો થાક નથી ચો! વળી મધ્યાન્હ પણ થવા આવ્યા છે અને ઉકળાટ વધી રહ્યો છે છતાં મારી દીકરી ચંદનાની ભાળ લીધા વગર જરાપણ મને ચેન પડનાર નથી. એના હસતાં મુખડા વિના, અને ચોતરફ પડતાં પગલાં વિના આ આવાસ મને તો ઉજજડ જણાય છે.”
માલિક ! હું ઝાઝું તો જાણતી નથી. હા એટલી ખબર છે કે કારણ ગમે તે હો પણ ખુદ શેઠાણીએ ચંદનાનું માથું બેડાવી નાખ્યું અને પગે બેડીઓ જડાવા. મને કંઈ કામે બજારમાં મોકલી દીધી. હું પાછી આવી ત્યારે તે પેલા એારડાને તાળું દઈ રહ્યા હતા. એ કાર્ય પતાવી બહાર નીકળતાં બોલ્યા કે- . - કમળાડોશી, ઘરની તપાસ રાખજે. એ તાળું કાઈ બોલે નહીં એ ધ્યાનમાં રાખજે. હું થોડા દિન માટે પિયર જઉં છું.
હું વધુ કંઈ પૂછું તે પૂર્વે રથમાં બેસી પસાર થઈ ગયા. આ સાંભળતાંજ બુદ્ધિનિધાન શેઠ ચેકી ઊઠયા. મનમાં કંઈ ગણત્રી ગણું લીધી અને બોલી ઉઠયા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com