SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કૌશામ્બીમાં ભગવાન ૧૮૫ સમય થવા આવેલ. ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમના પગ ધેાવડાવનાર તેાકર હાજર નહોતા. ભાજન વેળા વીતી જતી હોવાથી ઉતાવળ પણ એછી નહેતી. આ સ્થિતિ પામી જઈ તરતજ ચંદના હાથમાં પાણીને કળશિયા લઇ, માથું ઓળવુ પડતુ મેલી દોડી આવી. વાંકી વળી શેઠના પગ ઉપર પાણી રેડતાં, અધૂરા કેશકલાપ એકદમ નીચે લખડવા માંડયા. લાંબા, કાળા, ચળકતા વાળ જમીન પર પથરાઈ મલિન ન ચાય એ આશયથી શેઠ પેાતાના હસ્ત વડે પકડી લઇ, માથા તરફ ધરી રહ્યા. રસવતી ગૃહમાં ખેઠેલી મૂળા શેઠાણીએ આ દશ્ય દૂરથી જોયું. એ પાછળના આશય સમજ્યા વિના–એ સમયની પરિસ્થિતિ વિચાર્યો વિના—તેણીએ એમાંથી તદ્દન વિચિત્ર આશય તારવ્યેા. માનવ મગજમાં વહેમનું ભૂત અસ્વાર થાય છે ત્યારે એ ભાન ભૂલાવી સામાન્ય બુદ્ધિનું પણ દેવાળું કઢાવે છે. એમાં પણ આ જાતના વહેમાએ નારીવગ માં અસૂયા-અશાન્તિ અને ઉત્પાત જનમાન્યામાં કચાશ નથી રાખી. સુખ અને શાન્તિ ભર્યાં, સ્નેહ અને મમતા ભર્યાં, આનંદ અને પ્રમેાદ પૂર્ણ—સંસારમાં ભયંકર હુતાશની પ્રગટાવી એ સવના જોતજોતામાં સર્વનાશ નેાતર્યો છે. આ વહેમના વમળમાં અટવાઇ જતાં પુરુષ વગે તેા હદ કરી દીધી છે ! એ વેળા સાનભાન ભૂલીને જે કાર્યો સરન્યાં છે એ મચાવ ન થઇ શકે તેવાં છે. સખી સમૂહમાં સ્વાભાવિક રીતે વાત કરનાર સુંદરી અંજનાના વાકયને પકડી લઇ, પરણ્યાની પહેલી રાત્રે જ ત્યજી દેનાર પવનજયકુમારમાં એ વહેમનુ જ ભૂત ભરાયું હતું ને ! કળાવતીનાં કાંડાં કપાવનાર શંખ રાજવી પણ એજ રીતે ભાન ભૂલેલા અને આજે પણ જેમના યશેાગાન ગવાય છે એવા શ્રીરામ પણુ સતી સીતા જેવીતે ગર્ભિણી અવસ્થામાં વગડે માકલવામાં વહેમના બાગ બન્યા હતાજ ને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy