SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સતી શિરામણ ચંદનબાળા નેત્રનો ઇશારો થતાંજ કોટવાલે શરૂ કર્યું. “મહારાજ ! આપશ્રીની આજ્ઞા મુજબ ગુન્હેગાર સુદર્શન શેઠને, નગરીમાં ફેરવી શળી નજીક લઈ ગયા. સામાન્ય રીતે બને છે તેમ આ બંધવાએ કાઈ જાતની આડાઈ કે ઉધામા ન કર્યા! વળી તેમના ચહેરામાં મરવાની પળ સામે હોવા છતાં જરા માત્ર વિષાદ ન દેખાયો! મારા જીવનમાં આ પહેલા જ પ્રસંગ હતો. મન પોકારી ઊઠયું જરૂર આ બનાવમાં કાચું કપાયું છે. પણ ચિઠ્ઠીના દાસ એવા મારે દુભાતા હઈડે ફરજ બજાવવી પડી. પ્રભુને સંભારવાનું કહેવા રૂપ સૂચન પણ કરવું ન પડયું ! હું કહેવા મુખ,ખેલું તે પૂર્વે તે શેઠ મીઠા સાદે બોલ્યા- હું તે તૈયાર જ છું. મારા અંતરમાં ભગવાનનું નામ તો કાલ સવારથી જ રમે છે. આત્માને સાચું શરણ એજ છે. વિના સંકોચે તમો તમારી ફરજ બજા.” માલિક ! મારૂં હદય તો હાલી ઊયું. પણ જેનો રોજનો ધંધો ગણાય એવા મારા”ને હાથ પણ ધ્રુજી ઉઠયો ! આજ્ઞા ઉલંધનની કારમી શિક્ષા જાણતો હોવાથી એક છે અને ત્રણનો ઉચ્ચાર કર્યોઆંખો મીચી દીધી. મને માની લીધું કે ખેલ ખલાસ થઈ ગયા ! જ્યાં આંખ ઊઘાડું ત્યાં તે અજબ દશ્ય જોયું ! શૂળી તૂટી પડી છે. શેઠ વિધાયા વિના તે અખંડ છે. હવે શું કરવું ? એ આજ્ઞા લેવા આવ્યો છું. રાજવી જોરથી પોકારી ઊઠયા– - હવે કંઈ કરવાનું હોય તો એ મહાત્માના પગે પડવાનું ! ચાલો સૌ સત્વર ! એ દશ્ય નજરે જોઈ જીવનને સફળ કરે. જ્યારે ચંપાપતિ અધિકારી આદિના વિશાળ સમુદાય સાથે આવી પહોંચ્યા ત્યારે આશ્ચર્યમાં ઉમેરે થયો હતો. શુળીના સ્થાનમાં તે એક ઝળહળતું સુવર્ણ સિંહાસન શોભતું હતું. શેઠને એ ઉપર વિરાજમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy