SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠ દંપતિ ૧૨૭ સ્વરૂપ છે. જે મારા નસીબમાં એ કલંક રેખા જ અંકાયેલી હોય તો, આ મહાલયના સુખોની કંઈ જ કિંમત ન ગણાય ! ત્યાં તે સાથમાં રહેલા સ્વામીના હાથના ખેંચાણે અને ઉચ્ચરાયેલા નિગ્ન શબ્દોએ, આગળ વધતી વિચારમાળાને અટકાવી. પ્રિયે! એકદમ મૌન કેમ બની ગઈ, ને હોંશભેર આપણે દર્શને આવ્યા હતા અને એ વેળા તારા ચહેરા પર ઉમંગની લાલાશ દષ્ટિગોચર થતી હતી, તે આમ પાછાં ફરતાં એકાએક વિષાદની કાલિમામાં કયા કારણે બદલાઈ ગઈ ? એવી તે કઈ ગહન ચિંતાએ એકાએક તને ઘેરી લીધી. - નાથ ! મનોરમાના પ્રસંગમાં આવ્યા પછી મારી સંતાનભૂખ એકદમ ઉગ્ર બની છે. નારીજાતિ માટે વંધ્યત્વ જેવું અન્ય કોઈ દુઃખ નથી. એના અભાવમાં આપણું આ રિદ્ધિસિદ્ધિ સર્પદંશ સમ ડંખે છે. - વલ્લભે ! હારી વાત સાચી છે. મને પણ ગાદી વારસની ચિંતા ઓછી નથી મુંઝવતી. એકના વિયોગ પછી કઈ ભાળ જ ન મળી. અને બીજીના સંતાનનું શું થયું એની પણ ખબર નથી. એ મારા જેવા ને ઓછું ડંખતું નહીં હોય. વયના અંક તરફ નજર નાંખતા હૃદય નિરાશા અનુભવે છે. મિત્ર યશપાલની સલાહથી “લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” એ કવિ વચનને સધિયારે લઈ સંતાપ પકડું છું. તું પણ આશાવંત બન; હારી સખી પંડિતા હોંશિયાર છે. એની સલાહથી કઈ વ્રત-આખડી કર, કારણ કે ધરમ કરણથી પૂર્વના અંતરાય કર્મો ત્રટે છે. પૂર્વજન્મના દુષ્કર્મોને ટાળવા સારૂ પ્રભુભક્તિ અને તપ-આચરણ એ રામબાણ ઇલાજ છે. આશા દીવડા પર આધાર ન રાખે તો માનવ બીજું કરી પણ શું શકે? ત્યાં તે રથ,પ્રાસાદ આવતાં થાવ્યો. એમાંથી ઊતરી રાજારાણી મહાલયના ૫મથી રહી પોતપોતાના કમરામાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy