SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સતી શિરોમણી ચંદનબાળા ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરામાં જંબુદ્વીપના આ ભરતમાં જુદા જુદા સ્થાને, અનુક્રમે શ્રી ઋષભદેવથી માંડી, ઠીક ઠીક સમયના અંતરાળે અગિયાર તીર્થંકર થઈ ગયા. ત્યારપછી આપણી આ પવિત્ર ચંપા નગરીમાં રાજવી વાસુપૂજ્ય અને રાણી જયાદેવીના પુત્ર તરીકે બારમા વાસુપૂજ્ય સ્વામીને જન્મ થયો. તીર્થકર. નામ કર્મના પ્રભાવથી સર્વ પ્રકારના ઉત્તમોત્તમ સંગે વચ્ચે ઊછરતા તેઓ લાયક ઉમ્મરે પહોંચ્યા. યોગ પ્રાપ્ત થતાં સાધુ બન્યા. પરિષહ અને ઉપસર્ગોની ઝડીને સમતા ભાવે વેદી, અપૂર્વ એવા કૈવલ્યને સાધ્યું. તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની કાયાની ઊંચાઈ ૭૦ ધનુષ્ય અને આયુષ્ય ૭૨ લક્ષ પૂર્વ. દીક્ષા લેતી વેળા સાથમાં ૬૦૦ માનવીને સમૂહ હતા. એમનું લંછન માહિષનું હતું. નિર્વાણ સમય પૂર્વે તેઓની સંપદામાં ગણધરપ૬૬, ચૌદ પૂર્વમાં ૧૨૦૦ સાધુઓ, જ્યારે અવધિજ્ઞાની ૫૦૦ અને મન:પર્યવ જ્ઞાની- ૬૧૦૦ તથા કેવળજ્ઞાની આત્માઓની સંખ્યા ૬૦૦૦ ની હતી. વક્રિય લબ્ધિ વાળા ૧૦૦૦૦ અને વાદી ૪૭૦૦ હતા. શ્રાવક સંખ્યા ૨ લાખને ૧૫ હજાર અને શ્રાવિકાની સંખ્યા ૪ લાખ ૩૬ હજારની હતી. ગણધરમાં મુખ્ય શ્રી સુમ નામે હતા. યક્ષ કુમાર નામે અને યક્ષણી ચંદ્રા નામે હતા. આપણી આ ચંપાપુરીમાં જ તેઓશ્રીનું નિર્વાણ આષાઢ સુદ ૧૪ એટલે આજના દિને થયું હતું. એ વેળા તેઓ એકાકી ન હતા, પણ સાથમાં ૬૦૦ને પરિવાર હતો. અન્ય તીર્થકરોની નિર્વાણ ભૂમિ થવાનું ભાગ્ય, જન્મભૂમિને નહીં પણ કોઈ નવી નગરી કિવા પાર્વતીય પ્રદેશને મળ્યું છે જ્યારે આપણી આ ચંપાપુરી એકલી જ (૧) ત્રણ ફૂટ (૨) ચોર્યાસી લાખ ને ચોર્યાસી લાખે ગુણએ તે જે આંક સંખ્યા આવે તેને એક પૂર્વ કહેવાય છે ને તેવા બહોતેર લાખ પૂર્વ વર્ષ (૩) ચિન્હ (૪) પરિવાર (૫) સમુહના નાયક (૬) સંપૂર્ણ વિદ્યાના પારગામી (૩) મર્યાદાવાળું જ્ઞાન (૮) મનના પર્યાયને જાણું શકે તેવું (૯) ઇચ્છા પ્રમાણે વસ્તુ બનાવી શકે તેવું જ્ઞાન (શક્તિ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy