________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૯આવું સાંભળનાર મૂળાશેઠાણું ઘણી વાર પડોશના બૈરાંઓમાં પિતાના અવતારને નિંદતા અને ઘણીવાર બેલી પણ જતાં કે શેઠ મારા પર બીજી શક્ય લાવે તેપણ મને દુઃખ થવાનું નથી. ઘરમાં બાળક રમતાં થાય એ આનંદ જેવો તેવો ન લેખાય.
આ વાત ઊડતી ઊડતી શેઠના કાને પણ પહોંચતી. અરે એક બે વારતો ખુદ શેઠાણીએ સ્વમુખે શેઠને ફરીવાર પરણવા કહેલું. પણ કર્મસ્વરૂપ સમજનાર શેઠ કાઈ ઊગતી બાળાનો ભવ બાળવા તૈયાર. નહોતા. એટલે ધસીને ના પાડતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com