SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લીલામના બજારમાં વસુમતી ૧૦૩ ચંડાળને ઘેર વેચાવું પડયું ત્યાં મારા જેવી કુંવરીને નાનમ શી? આત્મા તો અનંત શક્તિનો ધણી છે અને એને પરચો બતાવવાને અધિકારી તે મારા હાથમાં જ છે. શા માટે અત્યારથી ગભરાવું. નાયકે પુત્રી તરિકે ગણવાના અને કઈકુલીનના હાથમાં સોંપવાના જે વેણે કહાળ્યાં છે એનું પારખું તે જોઉં. મનમાં આ જાતના તરંગોના હીલોળે હીંચેલાતી વસુમતી નાયક પ્રતિ એક આડી નજર કરી, પુનઃ નીચું જોઈ ગઈ. ' ત્યાં તો લીલામકારે પચીશ હજાર સોનૈયાની જાહેરાત કરી. યૌવનના આંગણે ઊભેલી આ મુગ્ધાના એટલા દામ એાછા ન ગણાય ! નાયક હા ભણે એની રાહ જોવાઈ. ઘણાને લાગ્યું કે હવે મેંદો થવો જ જોઈએ. ત્યાં તે નાયકનું મુખ ઊઘડયું અને એમાંથી જે શબ્દો બહાર આવ્યા, એ સાંભળી સૌ અચરજ પામ્યા. એક લાખ સનયા વિના વેચાણ શક્ય જ નથી.’ જમાના ખાધેલી ગણિકાઓ મેં મચકોડતી ચાલી નીકળી. સાથે કેટલાક રસિક પણ નાયકની હઠ પર મજાક ઉડાવતાં, લગભગ બજારમાં ફરી વળી, અહીં આવેલા હોવાથી નગરના સરિયામ માર્ગ તરફ રસધાવ્યા. યાર, લડકી રૂપ રંગમેં તો બહેત ખૂબસુરત, નાજની સરખી હૈ. પાંચ પદરકા મામલા હતા તે, હમ જરૂર દાવ લગાતે. ઉસીકુ ઘર લાકે બી બનાભી દેતે. હાં, બડે ભાઈ, દેખેને લાખ અશરફીયાં? કયા બાત ! બેઉનેવાલા અમકે તો દીવાના દીસતા હય! રંડીકા ઇતના મૂલ! ઈતની રકમ સપનેમેં ભી નહીં દેખી જાતી, તો ખીસામેં કહાવેગી ! દોસ્તો, વાત તે સચ્ચી. વો દિન કહાં કે મિયાં કે પાવમું જારી ! જાને દ સે બાત. ઇસકી પીછે જીગર દુઃખાને સે ક્યા લાભ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy