SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શું ધારિણે ચાલી ગઈ ! કુસુમવત્ અશક્ય! સૈન્યના જે ભાગ પાછો ફર્યો છે એના દ્વારા માત્ર એટલા જ સમાચાર મળ્યા છે કે નાયક પાછળ રોકાયા છે. હજુ એ મૂર્તિના અહીં પગલાં થયાં નથી. તારી વાત પરથી દાળમાં કંઈ કાળું જણાય છે. એ નાયકે ઇરાદા પૂર્વક જ રાણુછ તથા કુંવરીનું હરણ કર્યું હશે અને એ પાછળની પોતાની મલિન વાસના બર આણવા સારૂ પાછળ રોકાયો હશે. કદાચ અહીં હવે આવશે પણ નહીં. નીતિ અને ચારિત્ર્ય માટેના મારા વિચારે કેવા કડક છે એ કેઈથી ૫ નથી. એ જાણ્યા છતાં અહીં પગ મૂકવાની હિંમત એ કરવાને જ નહીં. છતાં નંદન ! હું ખાતરી આપું છું કે એ નાયક મારા હાથમાં આવ્યા પછી પુનઃ છટકવા નહીં પામે. એના આ પિશાચી કાર્ય માટે જરૂર એને યોગ્ય નિશિયત થશે જ. એ વેળા એને હેઠો કે પૂર્વકાળની સેવા આડા નહીં જ આવી શકે. આજથી હું એની તપાસ કરાવું છું. તમે પણ તપાસ કરાવે કૌશામ્બીમાં એ આવશે તે પહેલી તકે હું રાણીજી તથા કુંવરીને માન પુરસ્સર ચંપા મોકલી આપીશ. જે કંઈ બન્યું છે એમાં તારા માલીક જેટલું જ મને પણ દુઃખ થયું છે એમ મારી તરફથી તું જણાવજે. ભૂલનો ભેગ કોણ નથી બનતું ? માલીક ! કૌશામ્બીપતિએ ઉપરનાં કથન પછી મને સત્કારપૂર્વક વિદાય આપી. હું પણ બનતી ઉતાવળે ત્યાંથી દોડતે આવું છું. આ સર્વ સાંભળ્યા પછી યશપાળે વાતના અંકોડા જેડતાં જણાવ્યું કે મહારાજ ! શતાનિક ભૂપ, નાયકની વાજાળમાં ફસી પડયા છે. એટલું જ, બાકી બીજી વાતમાં જરૂર અજાણ છે. આ કાવતરૂં કરનાર જે નાયક છે એ રાણીજીના પ્રસંગમાં–મારા માદરે વતનમાં–એકવાર માવેલ છે. એમ કહી કુવાકાંઠે પાણી માંગતાં બનેલ બનાવ ટૂંકમાં અહી સંભળાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy