SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૪] સામાયિક સદબેધ અશુભ વિચારને નાશ થાય છે, વળી ઈષ્ટના સ્મરણથી મન નિર્મળ રહે છે. માટે શુભ મંગળ કાર્યની શરૂઆતમાં ઈષ્ટ પ્રભુનું નામ દેવું તે કાર્યની સફળતા અને મહામંગળને સૂચવનારૂં છે, આથી સામાયિક સૂત્રોમાં પ્રથમ સ્થાન નવકાર મંત્રને આપવામાં આવ્યું છે. પ્ર. નવકાર પરમેષ્ટિ શા માટે કહેવાય છે? ઉ૦ જગતમાં જે ઈષ્ટ વસ્તુ છે. તે આ ભવમાં સુખ કરનારી છે. પરંતુ અરિહંત પ્રભુ ગુર્વાદિક આ ભવમાં તેમ ભવોભવમાં સુખકર્તા છે તેથી તેમને પરમત્કર્ષના કારણભુત કહ્યા છે. આથી તે પરમેષ્ટિ કહેવાને ઉદ્દેશ છે? પ્ર. નવકાર મંત્રના સૂત્ર ઉપરથી શું સાર ગ્રહણ કર વાને છે? ઉ. નમસ્કાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ મહારાજને નમસ્કાર કરવાનું સૂચન કરેલ છે. તે પંચપરમેષ્ટિના નામથી ઓળખાય છે. સઘળા મંત્રોમાં નવકાર મંત્ર એજ સારભુત, શ્રેષ્ઠ અને શિરેમણિ છે. તેમજ નવપદને સમાવેશ થાય છે. જેના આરાધનથી અને જેના સ્મરણથી મનુષ્યનાં સર્વ દુઃખ દળદર દુર થાય છે. તે સર્વ પાપને તેમ આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપને ક્ષય કરનાર છે. તે મંત્રનું સ્મરણ તે મંગળ રૂપ છે. કુટુંબ, કબીલ, મા, બાપ, બૈરી વિગેરે સર્વ કેઈ આ ભવનાં સંગી છે પરંતુ નવકાર મંત્રનું સ્મરણ તે ભભવમાં સુખદાયી છે. સમાયિકવતની સેવામાં પ્રથમ મંગળ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy