SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક. [૭]. (૬) અનવદ્ય-સામાયિક ઉપર ધર્મસચિમુનિની કથા. ચંપા નામની નગરીમાં ધમરુચિ મુનિના તેમની ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાને લીધે ગુણ ગાન ગવાઈ રહ્યા હતા. તેઓ મહિનાભરના ઉપવાસને અંતે મધ્યાન્હ સમયે લેકે ખાઈ– પી પરવાર્યા હશે, એમ ધારી શહેરમાં ગોચરીએ નકલ્યા હતા. એજ ગામમાં વેદ–ધર્માનુયાયી ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેઓ માતબર હતા. તેમ તે ત્રણે ભાઈઓ વચ્ચે સંપ સારે હતું, અને તે દરેક હમેશ પિતાને ઘેર ન જમતાં વારાફરતી એક બીજા ભાઈને ત્યાં જમતા હતા. એક વખત મોટાભાઈને ત્યાં બીજા ભાઈઓને જમવાને વારે આવ્યો. મોટાભાઈની સ્ત્રીનું નામ નાગશ્રી હતું, તેનાથી તે દિવસે ભૂલથી કડવી તુંબનું શાક રંધાઈ ગયું, પરંતુ જમી કરીને તેને નાખી દઇશ એ વિચાર કરી એકબાજુ તેણીએ તેને ઢાંકી મૂકેલ. મુનિરાજને જેન કે જેનેતરને ભેદ ન હતું, તેથી સીધા તેઓ નાગશ્રીને ત્યાં ગોચરી ગયા. મુનિરાજને આવેલા જોઈ નાગઢીયે હર્ષથી આહાર સામગ્રી વહરાવી. પરંતું ભૂલથી કડવી તુંબનું શાક તેમને વહેરાવાઈ ગયું, તેની તેને ખબર ન રહી. મુનિરાજે ગોચરીથી પાછા ફરી જે વસ્તુ ગોચરીમાં મળી હતી તે સર્વ આચાર્ય ધર્મઘોષને બતાવી. આચાયે શાક જોઈને તરત કહ્યું-“આ શાક તે કડવી તુંબનું છે એટલે એ વિષપ્રાયઃ છે, માટે કેઈ નિર્દોષ સ્થળે જઈને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy