________________
ચારિત્રનું સરખું સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે તેને સામાયિક કહે છે આ જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ શબ્દ પહેલાં સમ્યગ્રજ્ઞાન દશન ચારિત્ર લખ્યું હતતે વધારે શોભી નિકલત. કેમકે જૈન દર્શન સમ્યગાન દન ચારિત્રાણું મોક્ષ માગ: એમ માને છે. તે જ પ્રમાણે પૃષ્ટ ૧૦મા માં પાંચ અનુખાનનું વર્ણન કરેલ છે ત્યાં પાંચે અનુષ્ઠાનને ધાર્મિક અનુષ્ઠાન કહેવાને બદલે અનુષ્ઠાન લખેલ હોત તે વધારે સારું ગણાત.
બીજા વિભાગમાં સામાયિકનાં મૂળ સૂત્રે શુદ્ધતા પૂર્વક આપીને સાથે શબ્દાર્થ વાક્યર્થ તથા ભાવાર્થથી ઘણું જ સરસ રીતે વર્ણન આપેલું છે જેથી સામાયિક કરનારને શુદ્ધિ, સમજણ, પ્રેમ તથા શ્રધ્ધા ઘણુંજ સુગમતાથી થઈ શકે તેમ છે.
આધુનિક યુગના વાતાવરણથી સંકિત થએલ યુવાનને હેતુ દર્શક તથા જ્ઞાન પોષક આવાં પુસ્તકનું વાચન કરવાથી તેમનામાં ભરાએલી જડવાદતા, નિરસતા, રૂચીહીનતા તથા અશ્રદ્ધાને અવશ્ય નાશ થશે અને કિયા રૂચીજ્ઞાન, વિકાશ, મન પ્રસન્નતા તથા શ્રદ્ધા ઉત્પન્ન થશે. માટે શ્રીયુત્ શંકરલાલભાઈએ આ લઘુ પણ જીવન વિકાશક પુસ્તકને બહાર પાડને જડવાદમાં પોષણ પામેલા યુવાને ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આ પુસ્તકને બહાર પાડવામાં શ્રીયુત શંકરલાલ ભાઈએ પિતાની બુદ્ધિના અનુભવ કરતાં જીવનના અનુભવને વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com