SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ વિહાર અજ્ઞાન કિંવા અર્ધ વિદગ્ધ સાધુએ તે દેશમાં નિપગી છે, એટલું જ નહિ પરંતુ લાભના બદલે તેમની દ્વારા નુક્સાન જ થાય છે. સ્વસિદ્ધાંતમાં સુગ્ય હોવા સાથે બીજાં બીજાં દર્શનશાસ્ત્રોમાં પણ તેની સારી યોગ્યતા હોવી જ જોઈએ અને આવી રીતે સ્વપરશાસ્ત્રને શાતા સાધુ જેટલું કામ કરી શકે, તેટલું બીજો નહિં જ કરી શકવાને. આ વિદ્વત્તાની એગ્યતા એટલાજ માટે જણાવવામાં આવે છે કે ગુજરાત કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવાને હેતુ કેવલ શાસનપ્રભાવના રાખવામાં આવ્યો છે. જેણે શાસનપ્રભાવનાના નિમિત્તે નીકળવું છે, તેને તો સહનશીલતા પૂર્વક વિદ્વત્તા રાખવી જ જોઈએ. હા, જેને કેવળ સમેતશિખરની કે જુદા જુદા દેશનાં બીજાં બીજાં તીર્થોની યાત્રા કરવા જ નીકળવું છે, અને જેને કેવળ એપીઆઓની માફક જમીન જ માપવી છે, તેને માટે તે કાંઈ સવાલ જ નથી; પરંતુ મારા નમ્ર મત પ્રમાણે તે એવી ખેપ કરીને કેવળ તીર્થયાત્રા કરવાનાજ નિમિતે, તેમાં ખાસ કરીને પૂર્વ દેશની સમેતશિખર આદિની યાત્રાઓ માટે જ નીકળવું, એ મને તો લાખના બાર હજાર કરવા જેવું દેખાય છે. કેવળ તીર્થયાત્રા માટે જ પૂર્વદેશમાં આવનાર સાધુ સાષ્યિની પરિસ્થિતિને ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે મને તો એમજ થાય છે કે-આવાઓએ તે ગુજરાત-કાઠિયાવાડમાં જ વિચર્યા કરવું સારું છે. આવાઓને માટે તે સંયમમાત્રા એ જ ઉત્તમ યાત્રા છે. સહન કરવાની શક્તિના અભાવે નાના પ્રકારના આરંભ સમારંભનો ભાર ઉપાડીને આવા દેશમાં વિચરવું, આદેશ ઉપદેશનો ખ્યાલ ન રાખવો અને કેવળ જમીન માપતા સમેતશિખર પહોંચવું, ત્યાંથી કલકત્તા કે મુર્શિદાબાદને સર કરવા જવું, ત્યાં જઈ કપડા-કાંબળીઓના ટૂંકો પાસલો કરી પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy