________________
સમયને ઓળખે. હોય કે ઉપકરણ ઉપર. ઘર ઉપર હોય કે ગામ ઉપર; ઉપાશ્રય ઉપર હોય કે મઠ ઉપર. ગમે તેના ઉપર મમતા–મૂચ્છી કરે, તે પરિગ્રહજ છે. સાધુથી મૂછો રખાય જ નહિ. અને એકજ સ્થાનમાં રહેવાથી તે ગામ ઉપર, તે ઉપાશ્રય ઉપર અને તે પરિચિત ગૃહસ્થો અને તેઓનાં બાળબચ્ચાં ઉપર મૂછો અવશ્ય બંધાઈ જાય છે. એટલાજ કારણે જ્ઞાનીઓએ સાધુઓને નિરંતર-ચાતુર્માસને છેડીભ્રમણ કરતા રહેવાની આજ્ઞા ફરમાવી છે.
બીજું કારણ એ પણ છે કે સાધુ એટલે સ્વપરહિતની સાધના કરનાર મહાત્મા. સાત્તિ શ્વાદિતવાતિ નાબુદ પિતાનું અને પરનું કલ્યાણ કરે તે સાધુ. એકજ સ્થાને ચક્કસ ક્ષેત્રોમાં જ રહેનાર સાધુ પરનું કલ્યાણ કેટલું કરશે ? પરકલ્યાણમાં તે મર્યાદિત જ રહી જશે. એટલે જગતના જીવોનું કલ્યાણ કરવાની ભાવનાવાળાને તો એક સ્થાનમાં ચક્કસ મર્યાદાવાળા ક્ષેત્રમાં રહેવું પાલવેજ નહિં.
ઉપરની હકીકત ઉપરથી એ સહજ સમજાયું હશે કે જૈનસાધુઓને માટે “ વિહાર ” એ એમને અગત્યને અવશ્ય પાલનીય ધર્મ છે. એકજ સ્થાનમાં કે અમુક ક્ષેત્રોમાં રંધાઈ ન રહેતાં દેશ-વિદેશ અને ગામ ગામ તેમણે વિચારવું જ જોઈએ. પરંતુ જૈન સાધુઓમાં આ અવશ્ય પાલનીય ધર્મમાં ધીરે ધીરે કેટલી શિથિલતા આવી ગઈ છે, એનું બારિકાઈથી અવલોકન કરવામાં આવે તે ખરેખર જૈન સાધુઓ માટેનું ભવિષ્ય એટલું જ ભયંકર દેખાય છે કે જેટલું ભારતવર્ષના અજૈન સાધુઓમાં મોટે ભાગે દેખાય છે.
મારવાડ, મેવાડ, મગધ, બંગાળ, પંજાબ, દક્ષિણ અને એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com