________________
સાધુ-સંગઠન.
એકાએક બહુ વિશાળ અને દઢ પ્રમાણમાં સાધુ–સંગઠન થવું અત્યારના સગો જોતાં તે અશક્ય લાગે છે, પરંતુ તેને સૂત્રપાત અને ક્રમે ક્રમે તેમાં વધારે અવશ્ય થઈ શકે છે. સંગઠનને માટે સૌથી પહેલાં તે નાના મોટા સમુદાયના આગેવાનોએ પિત પિતાની આજ્ઞામાં જેટલા સાધુઓ રહેતા હોય, તેમને માટે એકકસ બંધારણ મુકરર કરવું જોઈએ. એટલે તે નિયમ પ્રમાણે વર્તવાને ગુરુ અને શિષ્ય બધાએ તૈયાર રહેવું જોઈએ. નહિં કે તે નિયમો માત્ર બતાવવાની ખાતર કે આડંબરને માટે બનાવવા પર કલ્યાણની ભાવના જાગ્રત કરીને જ તે કાર્ય કરવું જોઈએ. આમ પોતાના સમુદાય માટે તેવા નિયમે નકકી કરી, પછી જેની જેની સાથે પિતાને પત્ર વ્યવહાર હોય તેની તેની સાથે તે નિયમેની આપ લે કરી બની શકે તેટલા સાધુઓ સાથે એકતા કરી લેવી. અને એમ પરંપરાથી ધીરે ધીરે આવી રીતના પત્ર વ્યવહારની સાધુઓએ પરસ્પર છૂટ કરી નાખવી જોઈએ. જે જે સાધુઓના જે જે ભક્ત શ્રાવક હોય તેમણે આ પ્રમાણેને વ્યવહાર વધારવામાં તે તે સાધુઓને પ્રેરણા અને મદદ કરવી જોઈએ. મને લાગે છે કે આમ થવાથી ઘણે ખરે અંશે વૈમનસ્યનો ભાવ ઓછો થઈ જશે, પરિણામે એક બીજાને વ્યવહાર ખુલ્લું થઈ જશે. અને શાસનદેવ એવો સમય બહુ જલદી લાવશે કે બધાએ સાધુઓ કઈ સમુચિત સ્થાનમાં જૈનશાસનના અભ્યદયના વિચાર કરવા એકત્ર બેસશે અને મહાવીર દેવની જયધ્વનિ સાથે આખા સંધનું સંગઠન પિતાની મેળે જ કરી લેશે કે જે સંગઠનને અમલ કરવા ચતુર્વિધ સંધને અવશ્ય બાળ થવું પડશે. શાસનદેવ સર્વને સદ્દબુદ્ધિ આપે અને આ સમય બહુ જલદી લાવો એવું અંતઃકરણથી ઈચ્છી વિરમું છું.
પ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com