________________
સાધુ-સંગઠન. હરકેઇ વ્યક્તિ આસાનીથી જોઈ શકે છે. આપણે તે ચારે બાબતોનું ક્રમશઃ નિરીક્ષણ કરીએ. છિન્નભિન્નતા
એક સમય હતો કે-એક આચાર્ય હજાર હજાર બબે હજાર સાધુઓ ઉપર આધિપત્ય ભોગવતા હતા. એક આચાર્યના આજ્ઞાપત્રને હજારે સાધુઓ શિરોધાર્ય સમજતા હતા; એકજ આચાર્ય ધારે તે સાધુને તેના ગુન્હા બદલ ગમે તેવી શિક્ષા કરી શકતા હતા, એકજ આચાર્ય ગમે તે સાધુને ગમે ત્યાં ચતુમસ કરવા માટે આજ્ઞા કરી શકતા હતા. એક જ આચાર્યની આજ્ઞાવાળા સાધુને પિતાના સમુદાયથી છુટા થઈ બીજા સ્થાને જવામાં સાત પાંચ થઈ જતી હતી. એક સમુદાયના સાધુને બીજા સમુદાયવાળા સાધુ ત્યાં સુધી તેને નહોતા સંગ્રહતા કે જ્યાં સુધી તે સમુદાયના નાયકની આજ્ઞા ન લાવે. હવે અત્યારની સ્થિતિ તપાસે. મૂળમાં ગણ્યા ગાંઠયા સાડા ત્રણ ચારસો સાધુ. તેમાં અનેક આચાર્યો, પંન્યાસને તે પાર નહિ. પંન્યાસે જાણે અમે મહેટા ને આચાર્યો જાણે અમે મહેટા. એક આચાર્યની પાસે ગણ્યા ગાંઠ્યા ૫-૧૦ સાધુ યે ન હોય, તેમાંયે વળી એક બે આચાર્યો તો ખરા જ. એ આચાર્ય કે પંન્યાસ બીજા આચાર્ય કે પંન્યાસને મળવામાં પણ પિતાની માનહાનિ સમજે. આશા સંબંધી તે કહેવું જ શું ? જેટલા સાધુ તેટલી આજ્ઞાઓ. એક ગુરૂને પાંચ શિષ્ય હોય તે પાંચ પણ તેની આજ્ઞામાં ન મળે. બલ્ક એમ કહેવું જોઈએ કેપાંચ શિષ્યને રાજી રાખવા તે પાચેની આજ્ઞા પ્રમાણે ગુરૂએ રહેવું જોઈએ. સાધુઓ ચતુર્માસ ત્યાંજ કરે કે જ્યાં પોતાની ઈચ્છા હોય. એમાં ગુરૂની આજ્ઞાની જરૂર નહિં. કદાચ બાહ્ય દેખાવથી ગૃહસ્થને
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com