________________
( ૪ )
જ હાકલ છે. અને એટલા જ માટે આ સંગ્રહનું નામ “સમયને ઓળખે' રાખવામાં આવ્યું છે.
આ લેખેના સંગ્રહને પ્રથમ ભાગ લગભગ પાંચેક વર્ષ ઉપર, પ્રગટ થયો હતો. આજે તેની બીજી આવૃત્તિ કાઢતાં અમને ખરેખર : હર્ષ થાય છે.
આ સાથે આપેલી આ ગ્રંથમાળાની રોજના મુજબ અમદાવાદ, શામળાની પોળના રહેવાસી શેઠ નેમચંદ કચરાભાઈ, કે જેમણે મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીના ઉપદેશથી અને શ્રીયુત જેસીંગભાઈ કાલીદાસ તથા શ્રી બાલાખીદાસ લાલચંદની પ્રેરણાથી બે હજાર રૂપિયા આ સંસ્થાને અર્પણ કરી પોતાના મમ શેઠ પૂંજાભાઈ હીરાચંદ (કે જેમનો પરિચય મહાત્મા ગાંધીજી અને પંડિત બેચરદાસજીના શબ્દોમાં આ સાથે જૂદો આપે છે. ) ને સ્મારકમાં ગ્રન્થ બહાર પડાવવાની જે ઉદારતા બતાવી છે તેને માટે અમે તેમને અને ઉપદેશ આપનાર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને અને પ્રેરક બન્ને ગૃહસ્થને . આભાર માનીએ છીએ.
અમારી ચેજના પ્રમાણે તેમણે અર્પણ કરેલી રકમમાંથી . સૌથી પહેલે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આવી જ રીતે તે રકમ તેમજ ગ્રન્થની ઉપજની રકમમાંથી બીજા ખાસ ગ્રન્થ બહાર : પાડીશું. આ સગ્રુહસ્થનું અનુકરણ બીજા શ્રીમંતે કરે અને . સાહિત્યવૃદ્ધિના કાર્યમાં વેગ દે, એવું અમે ઇચ્છીએ છીએ.
તા. ૧-૪-૩૪ ) છોટા સરાફા ઉજજૈન
દીપચંદ બાંડિયા મંત્રીશ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com