________________
( ૮ ) સરાકાષ્ઠાર.
સંસારમાં એવી કા જ્ઞાતિ, ધર્મ, સમાજ કે દેશ છે –જેના ઉપર પરિવર્તનશીલતાએ પોતાના પ્રભાવ ન પાડયા હાય ? જૈનધમ કે જૈનજાતિ કુદરતના આ નિયમથી બચવા પામે, એ નજ બની શકે. જૈનધર્મ ઉપર પણ સમયે પેાતાના પ્રભાવ અવશ્ય નાખ્યા છે. ઇતિહાસનાં પૃષ્ટા એ વાતને પુરવાર કરી આપે છે કે માંડલગઢ એક લાખ જૈન ધરાની વસ્તીવાળી એક મ્હાટી નગરી હતી, આજ ત્યાં એક પણ ધર નથી. આવીજ રીતે રાજગૃહ, ગુણાયા, કૌશમ્મી અને એવી ખીજી નગરી જૈન વસ્તીથી ભરચક હતી. આજ ત્યાં જૈનતીર્થ તરીકેની પ્રસિદ્ધિ સિવાય જૈનાની વસ્તીનું નામ નિશાન પણ નથી. બિહાર એક જૈનનગરી હતી. આજ ગણ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com