________________
જૈન.
તેમણે મૂકવુ જોઇએ. જે વસ્તુમાં ધમની બાધકતા નડતી હાય, તે બાધકતા તેમણે બતાવવી જોઇએ.
સક્ષેપમાં એજ કે જૈનસંખ્યાને ઘટવાનાં અનેક કારણામાં પ્રધાન કારણ એ છે કે જૈનજાતિએ પોતાનુ વ્યવહાર ક્ષેત્ર ઘણું જ સંકુચિત બનાવી રાખ્યું છે. આ ક્ષેત્રને વિશાળ નહિ બનાવવામાં આવે ત્યાં સુધી એ નિર્વિવાદ સિદ્દ વાત છે કે જૈતાની સંખ્યા વધવાની તા હિંજ, બન્ને ઘટતીજ જવાની, એટલે જરૂરનું તો એ છે કે-પહેલી તકે મુનિરાજોએ આ વિષયમાં સાચે સાચેા ઉપદેશ જૈનસમાજને આપવા જોઇએ. અને જૈનજાતિએ પેાતાના આ ક્ષેત્રને વિશાળ બનાવવા તરફ નવીન સંગઠન કરવું જોઇએ. શાસનદેવ સને સત્બુદ્ધિ આપે એજ અંતિમ કામના.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com