________________
જૈન.
સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જેવાય છે, એનું કારણ આ અનુદારતા નહિં તે બીજુ શું ? એક પારસી જૈન થાય, છતાં તેનાથી પ્રભુ પૂજા નજ થઈ શકે ? એક ક્ષત્રિય જૈન ધર્મના તમામ આચારને પાળતો હૈય-જૈન થયું હોય છતાં તેની સાથે કોઈ જાતને વ્યવહાર નજ રાખી શકીએ, આ અનુદારતા તે કેવી ? અનુદારતા સંકુચિતતા રાખનાર જૈન, જૈનધમ કેમ કહી શકાય ? કારણ કે જૈનધર્મનું બીજું લક્ષણ પક્ષપાતરાહિત્ય છે. જેનામાં આટલે બધે પક્ષપાત ભર્યો હોય, તે જૈનધર્મી કેમ કહેવાય ?
જૈન ધર્મનું ત્રીજું લક્ષણ છે અન્ય પીડનને અભાવ. મન વચન કાયાથી કોઈના પણ અંતઃકરણને દુભાવવાથી દૂર રહેવું, એજ સાચા જૈનનું કર્તવ્ય રહ્યું. જૈનધર્મના આ સિદ્ધાન્તને મુકાબલે કાણું કરી શકે તેમ છે ? જૈનધર્મના આ સર્વ માન્ય સિદ્ધાન્તને જેઓ નથી સમજી શક્યા. તેઓ જૈનધર્મના સિદ્ધાન્તની નિંદા કરે છે. નિરપરાધી કોઈ પણ પ્રાણિને તકલીફ આપવાને-સતાવવાને કેાઈને હક શું છે ? આપણને સતાવવાને જેમ બીજાને હક નથી, તેમ બીજાને સત્તાવવાને આપણે શું હક ? બસ. આ. જૈન ધર્મનું કથન છે. જેન રાજાઓએ રાજ્ય કર્યા, લડાઈ કરી, અને તેમાં હજારે જેને સંહાર કર્યો, છતાં તેઓ જૈનધર્મ બન્યા રહ્યા. કારણ એ જ છે કે જૈનધર્મ બે પ્રકારના ધર્મોનું પ્રતિપાદન કરે છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ, સાધુધર્મમાં સર્વથા મન, વચન, કાયાથી કેઇને તક્લીફ આપવી નહિ, અપાવાવી નહિ, અને આપનારને અનુમોદવી નહિં, આવી ઉત્કૃષ્ટ અહિંસા બતાવી. જ્યારે ગૃહસ્થને વ્યવહારનાં અનેક કાર્યો કરવાનાં હેઈ સર્વથા આવો અહિંસાધમ પાળવો અશક્ય છે અને તેથીજ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com