________________
સમયને ઓળખે.
સંસ્થાઓ છે કે જેનું ફળ જૈન સમાજ ચાખી શકે ? એ ઉપર
જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે ખરેખર અત્યન્ત ખેદ થયા વિના નથી રહેતો. ખરી વાત તે એ જ છે કે જૈન સમાજમાં શિક્ષાને જ મૂળમાં અભાવ છે. ધના અને ગર્ભ શ્રીમતિને તો પિતાનાં બાળકોનાં જીવન સુધારવાની દરકાર જ નથી. પંદરેક વર્ષની ઉમરના પુત્ર દુકાન ઉપર બેસી ૨૫-૩૦ રૂપિયાના પગારદાર જેટલું કાર્ય કરી મદદગાર થાય, એમાંજ તેઓ પોતાના કર્તવ્યની ઈનિશ્રી’ સમજે છે. પછી તે છોકરે સુશિક્ષા કે સુસંસ્કારોના અભાવે દુરાચારી જ કેમ ન થાય. જ્યારે બીજી તરફ ગરીબ કે સાધારણ વર્ગને તે પેટની જ પડી હોય, તો પછી ખર્ચ કરીને કે મફત પણ શિક્ષા લેવાનું સૂઝે જ કેમ ? આવી સ્થિતિમાં શિક્ષાનું મહત્ત્વ ન સમજવાથી આ સમાજ અશિક્ષિતાવસ્થા ભેગવે અને એક પણ આદર્શ સંસ્થા નજરે ન પડે, એમાં આશ્ચર્ય જેવું શું છે ? આર્ય સમાજની આવી સ્થિતિ નથી. આર્ય સમાજમાં પ્રાયઃ કરીને સારા સારા સુખી ગૃહસ્થો પણ પોતાના ખરચે પિતાનાં બાળકને ગુરૂકુળાદિ સંસ્થાઓમાં નહાની ઉમરથી દાખલ કરે છે. આર્ય સમાજનાં ગુરૂકુળામાં કોઈ અત્યન્ત ગરીબ વિદ્યાર્થિને મફત દાખલ કરવામાં આવે, એને બાદ કરીએ તો મોટા ભાગે વિદ્યાર્થિઓ પાસે ૧૫-૨૦–૨૨ રૂપિયા માસિક લેવામાં આવે છે. આ પ્રમાણે દાખલ થનારાઓને માટે માસિક ફી રાખેલી હોવા છતાં સેંકડે વિદ્યાર્થિઓ એકએક ગુરૂકુળમાં નજરે પડે
અને એવાં અનેક ગુરૂકુલો, વિદ્યાર્થીઓથી ઉભરાતાં દેખાય છે, એ પિતાનાં બાળકોને ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પળાવી શિક્ષા પ્રાપ્ત કરાવવાની તીવ્ર જિજ્ઞાસા સિવાય બીજું શું બતાવે છે ? જ્યારે બીજી તરફ જેનેની સંસ્થાઓમાં ખાન, પાન, વસ્ત્ર, સ્થાન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com