________________
શુદ્ધિ. કરતાં તે વસ્તુને ઉપયોગ નજ કરવો. એ શું ખોટું છે ? કિચ્ચડમાં પગ નાખીને ધોવ, એના કરતાં કિચ્ચડમાં પગ નજ નાખવો શું છે, અને એ તે પહેલાં જ કહેવાયું છે કે કોઈ પણ ક્રિયાનાં સાધનામાં કોઈ સાધનની ખામી હોય, તે તેથી કરીને કંઈ ક્રિયા છોડી દેવાય નહિં. ક્રિયાની ફલપ્રાપ્તિને આધાર મુખ્યત્વે માનસિક પરિણામે ઉપર છે. શુદ્ધ પરિણામથી-અન્તઃકરણની શુદ્ધતાથી મનુષ્ય ગમે તેટલાં સાધનાથી પણ ક્રિયા કરે, તો તેને ફળની પ્રાપ્તિ તેટલી જ થાય, જેટલી કે થવી જોઇએ. ચંદન જેવી વસ્તુ, કે જેમાં અપવિત્રતાની શંકા પણ ન થાય, એવી શુદ્ધ વસ્તુ વાપરવાથી ખુશીથી કામ ચાલી શકે છે, તે પછી શંકાવાળી વસ્તુ શા માટે વાપરવી જોઈએ ? વીરપ્રભુના શાસનમાં જેટલી ધાર્મિક ક્રિયાઓ છે, તેને ઉંડાણથી વિચાર કરવામાં આવે છે તે બધી ક્રિયાઓ એવી છે કે, જેની સાધના ગરીબમાં ગરીબ પણ કરી શકે અને એક ઉચ્ચકોટીને ધનાઢય પણ કરી શકે. ધાર્મિક ક્રિયાઓ કરવાને . સૌને સમાન હક્ક છે. તેમાં કોઈ પણ જાતની જબરદસ્તી કે ટેકસ -કર જેવું કંઈ છે જ નહિ. વીતરાગના શાસનની આ એક ખુબી છે. આ ખુબીને સમજનાર કેશરકે અપવિત્ર વસ્ત્રો જેવી વસ્તુઓ માટે કદાપિ આગ્રહ ન કરી શકે કે આના વિના તે ચાલે જ નહિ. પર માત્માના શાસનની દરેક ક્રિયાઓમાં રહેલી આ ખૂબીને વધારે પરિફેટ, કરવાનું હવે પછીના અંકે ઉપર મુલતવી રાખી હાલ તુર્તમાં તે
આત્મકલ્યાણભિલાષી મુનિરાજે અને જૈન ગૃહસ્થ, પિતામાં રહેલી વિલાયતી વસ્ત્રો અને રેશમની અપવિત્રતા તથા કેશર સંબંધી અપવિત્રતા દૂર કરી બહુ જલદી
–પિતાની શુદ્ધિ કરે– એટલું જ ઇચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com