SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ वर्द्धतां जैनशासनम् । નહિં લઈએ-દઈએ તે પછી શાસનની રક્ષા કોણ કરશે ? અમે નસાડી ભગાડીને કે ગમે તેવા ઉપદ્રવ મચાવીને દીક્ષાઓ નહિં આપીએ, તે અમારી પાછળ જૈનશાસનને વધારશે કેણ?” વિગેરે વિગેરે. પરંતુ અમારા મુનિરાજોનું આ અભિમાન કયાં સુધી બંધ બેસતું છે, એને વિચાર તત્વદષ્ટિએ કઈ વખત કરવામાં આવ્યું હું ઉપરનાં કાર્યોને વિરેધી નથી. સમય ઉપર તે કાર્યો પણ જરૂરનાં છે, પરંતુ જે વખતે સમાજ ત્રિવિધતાપથી સંતપ્ત થઈ રહ્યો છે, જે વખત વીજળીના વેગે ઇતર સમાજે આગળ વધી રહી છે, તે વખતે ઉપરનાં કાર્યોમાં આનંદ મનાવવો, અને ઘરના ભૂવાને ઘરના ઝાઘરિયા પાસે પિતાની વાહવાહ ગવરાવવી, એ કોઈ પણ રીતે સમયાનુકૂલ કહી શકાય નહિં. જરા ધ્યાન આપવામાં આવે કે આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ આદિ આજકાલની નવીન સમાજે કયાં ઉજમણુને ઉપધાનેથી, કે કયા સંઘે ને ઉસદ્ધારા આગળ વધી રહી છે, અને જેઓ ઉત્સવને ઉજમણાં સોને પદવીયામાં માનનારા છે, એ બતાવશે ખરા કે એમની દ્વારા જૈનશાસન કેટલું વધ્યું છે ? હા, થોડા વખતને માટે એમની વાહવાહે વધી હશે ! ભક્તભક્તાણુ વધી હશે, કપડાં–કાંબળીયો અને પાતરાં આદિ ઉપકરણોના પટારા વધ્યા હશે, કદાચ ખાનગી ગૃહસ્થ પાસે પુસ્તકાદિન નિમિત્તે રખાએલી મૂડી વધી હશે; પરતુ જૈનશાસન કેટલું વધ્યું, એ કે બતાવી શકે તેમ છે ? આપણે પૂછી શકીએ કે-ઉપરનાં કાર્યો થવાથી ગુજરાતમાં કેટલા નવા જૈન થયા ? સંઘ કે ઉજમણાં અને ઉપધાને કે પદવો થવાથી કેટલા જૈન યુવકે શિક્ષામાં આગળ વધ્યા? કેટલાં ગરીબ જૈન કુટુંબો ધંધાદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy