________________
.
-
સમયને ઓળખે. બાર એક એક વાગ્યા સુધી ગપ્પા–સખા સાધુઓ સાથે મારે. આનુ પરિણામ એ આવે કે સાધુ હવારમાં, દિવસ ઉગ્યા સુધી ઉંધ્યા કરે. કેવળ પોતાના સ્વાર્થની ખાતર–અર્થાત પિતાને બપોરે સમય ન મળે, એટલાજ ખાતર સાધુઓને પિરસી ભણાવી આરામ લેવાના સમયે ગપ સપામાં જોડવા, ગામગપાટા ઉડાવવા અને ઉજાગરા કરાવવા, એ પણ અવિવેક નહિં તો બીજું શું છે ? સમયને નહિ જોવાનું પરિણામ નહિ તે બીજું શું છે ?
ઘણું શ્રાવકે ઉજમણ કરે છે. જ્ઞાન-દર્શન–ચારિત્રના ઉપકરણો પિતાની શકિત પ્રમાણે તેમાં મૂકે છે. આ ઉપકરણો એટલા માટે મૂકવામાં આવે છે કે તે ઉપયોગી સ્થાનમાં મોકલવામાં આવે અને કામમાં લાગે. પરંતુ ઉજમણું કરાવનારા એવા એાછા જ ભાગ્યશાળી પુરૂષો જોવાય છે કે-જેઓ વિવેક પૂર્વક તે તે વસ્તુઓ સમુચિત
સ્થાને માં–જ્યાં આવશ્યકતા હોય ત્યાં પહોંચાડે છે. કેટલાક તે પિતાના ઘરમાંજ પટારામાં ભરી રાખે છે. જ્યારે કેટલાક પિતાના રાગી-જેની અધ્યક્ષતામાં એ ઉત્સવ થયે હોય છે, તેને સ્વાધીન કરે છે. જ્યારે કેટલાક બહાર મોકલે પણ છે, તે એવે સ્થળે કે જ્યાં ખૂબ સામાન હોય છે. જે જે મંદિરમાં કે ઉપાશ્રયમાં આવશ્યકતા હોય છે, અને જે જે ગામના લોકો સામાન વસાવવાને અશકત હોય છે, એવાં સ્થાનમાં તપાસ કરીને બહુ ઓછાજ મોકલે છે,
જ્યારે ચોક્કસ વસ્તુઓ ધર્મકાર્ય માટે કાઢી છે, અલગ કરી છે, તો પછી તેના ઉપર મમત્વ રાખવો, અથવા એને કયાંય આપવામાં છાતીએ ડચૂરો લાવે, એ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે ?
આ પ્રસંગે એ કહેવું પણ ભૂલવું જોઈતું નથી કે કેટલીક વખત ભકિતને આવેશ પણ વિવેકને ભૂલાવી નાખે છે.
ગુરૂ મહારાજના વાળ વધ્યા હોય. લોચને સમય આવ્યો હોય..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com