________________
સમયને ઓળખો.
ઉમરમાં થી
પણ પ્રાચીન તેના માન
છે”
અથવા આપણે તેમ કરી શકીએ, એમ માનનારા કે કહેનારાઓ ખરેખર સૈદ્ધાતિક આજ્ઞાઓનું મહાન અપમાન કરે છે. એટલું જ નહિ પરંતુ તે પૂર્વ પુરૂષોએ ગમે તે શક્તિથી, ગમે તે કારણે કરેલાં કાર્યોને પણ પિતાની કેટીમાં મૂકી તેમનું અપમાન કરવા બરાબર કરે છે. કોણ જાણે પૂર્વ પુરૂષોએ કેવા કારણે કેવા સંયોગમાં તે પ્રમાણે કર્યું હશે ! ઘણે ભાગે ચરિતાનુવાદમાંનાં એવાં ઉદાહરણમાં– હાની ઉંમરમાં દીક્ષા આપ્યાનાં ઉદાહરણોમાં મુખ્યત્વે એજ જવાય છે કે- બાળકમાં ગુરૂ કંઇપણ પ્રકારના ખાસ લક્ષણાર અપૂર્વ શક્તિ જૂએ છે. અને એ શક્તિ બતાવીને તેના માતપિતા પાસે માગણી કરે છે. પછી ગમે તે રીતે તે બાળકને દીક્ષા આપે છે.” આવા જ બનાવો મટે ભાગે જોવાય છે. નસાડી-ભગાડીને દીક્ષા આપ્યાના જે પ્રસંગે કઈ કઈ મળે છે, તેમાં પણ ખાસ કરીને એવી શકિતવિશેષ જેવાથી અને ભવિષ્યમાં એ બાળક શાસનને ધેરી થશે, એવું જોવાથી તેને ગમે તે રીતે દીક્ષા આપવાને પ્રયત્ન થયેલે છે, અને એ પણ સાચું છે કે ગુરૂએ તેની પ્રારંભમાં જે પરીક્ષા કરી હોય છે, તે જ પ્રમાણે તે ભવિષ્યમાં નીવડે છે. પરંતુ અત્યારે ? અત્યારે જેઓ શાસનમાં ભયંકર તોફાન મચાવીને, સેંકડો લેકેને અધર્મ પમાડીને, અજૈનવર્ગમાં પણ ખરાબ અસર ઉત્પન્ન કરીને એકાદ છેરાને મૂડે છે; તેઓ શું તેનામાં એવું કોઈ અપૂર્વ લક્ષણ જુએ છે ? એવું ખરેખરૂં લક્ષણ જોવાની કેઈ સત્તા ધરાવે છે ?
ખરી વાત તો એ છે–સ્વાર્થની આગળ પરમાર્થ જેવા નથી. શિષ્ય વધારવાની વૃત્તિ શાસનમાં કુઠારાઘાતનું કામ કરી રહી હોય છે, એ પણ જોઈ શકાતું નથી. જે આવ્યાં તેને મૂડો,
એના પરિણામે શાસનમાં કેટલા અનર્થો થઈ રહ્યા છે અને આવી શિષ્યવૃત્તિ કેટલાક ધૂતોને પણ એક પ્રકારનું ઠગાઈનું સાધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com