SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિા . ( ૧૮ ); દીક્ષા આપનાર ગુરૂમાં કયા ગુણ હોવા જોઈએ, એ આપણે જોઈ ગયા. હવે આપણે એ તપાસીએ કે-“ દીક્ષા કેને આપવી.” અથોત “દીક્ષા 'ને ઉમેદવાર કોણ હોઈ શકે ? અને તેમાં કયા કયા ગુણે હેવા જોઈએ ? આ ગુણે જોવાની આવશ્યક્તા એટલા માટે છે કે “ સાધુ ” થવું, એટલે એક મોટામાં મોટી જવાબદારી વહેરવાની છે. વર્તામાન પરિસ્થિતિ જોતાં સાધુઓને અને ગૃહસ્થને એટલો બધો ઘનિષ્ઠ સંબંધ બનેલ છે કેન તો ગૃહસ્થને સાધુ સિવાય ચાલી શકે તેમ છે. અને ન સાધુઓને ગૃહસ્થ સિવાય. ગૃહસ્થાનું નૈતિક જીવન સદાચારતા અને કર્તવ્ય પરાયણતા, એ બધું સાધુઓના ઉપદેશ ઉપર અવલંબી રહ્યું છે અને સાધુઓને ઉપદેશ, તેમના જ્ઞાન અને ચારિત્ર ઉપર અવલંબી રહ્યો છે. આવી સ્થિતિમાં સાધુએમાં સાચી સાધુતા, કર્તવ્ય પરાયણતા, સમયાપણું અને વિદ્વત્તા એ બધી વસ્તુઓની અનિવાર્ય જરૂર છે. પરંતુ આ વસ્તુઓની પ્રાપ્તિ યોગ્ય પુરૂષો સાધુ થાય, તેજ તેમાં આવી શકે. અયોગ્ય પુરૂષનું સાધુ થવું, સમાજને માટે ભાર ભૂત જ ગણી શકાય. હા. એ જરૂર છે કે-સંસારના તમામ મનુષ્ય એક સરખી ગ્યતા નથી ધરાવી શકતા, તે પણ કમમાં કમ નવા થનાર સાધુઓથી હરકોઈ માણસ એટલી તિ આશા અવશ્ય રાખી શકે કે તેઓ સ્વપરનું કલ્યાણ કરનારા ન થાય તે નહિ, પરંતુ કમમાં કમ પિતાનું કલ્યાણ કરવા જેટલી તે શક્તિ તેમનામાં અવશ્ય લેવી જોઈએ અને તે શક્તિ “દીક્ષા ” આપનારે અવશ્ય જોવી જોઇએ. આપણે જોઈએ અને અનુભવીએ છીએ કે-એક સામાન્યમાં ૨૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy