________________
( ૨ ).
મહાવીરના પ્રત્યેક પૂજારીને!
મહાવીર એટલે ત્યાગની મૂર્તાિ. મહાવીર એટલે જગતને ઉદ્ધારક. મહાવીર એટલે સત્યને પ્રકાશક, મહાવીર એટલે અહિંસાને પ્રચારક. મહાવીર એટલે વિશ્વપ્રેમનું પ્રતિબિંબ અને મહાવીર એટલે લભ અને ભયથી જીવન જીવવાને નિષેધ. એવા પ્રભુ મહાવીરને આજે જન્મ દિવસ છે. ત્રિલોકીના પ્રાણિઓને આનંદ ઉપજાવનાર દિવસ છે. આજને મંગળમય દિવસ, મહાવીરના પ્રત્યેક પૂજારીએ ઉજવ જોઈએ અને ઉજવશે પણ ખરા. શું કરીને ? ઘરમાં મિષ્ટાન્ન બનાવીને, મંદિરમાં પૂજા ભણાવીને, વ્યાખ્યાન કરીને, વ્યાખ્યાન સાંભળીને, કસાઈખાનામાંથી દસ–પાંચ છવ છોડાવીને અને મંદિરમાં રાત્રે રોશની કરાવીને, પણ મહાવીરના પ્રત્યેક પૂજા
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com