________________
સમયને ઓળખે.
લઈને ઠેઠ ઉપર સુધી ફેલાયમાન, અને નિર્મળ-સ્વચ્છ પાંદડાંવાળા કમળની ઉપર રહેલા ભુવનના મધ્યભાગમાં નિવાસ છે જેને એવી કાંતના સમૂહ વડે સુશોભિત, હાથમાં સુંદર કમળને ધારણ કરનારી, શોભાયમાન હારથી અલંકૃત, અને દ્વાદશાંગીરૂપી વાણીના સમૂહરૂપી શરીર છે જેનું એવી મૃતદેવ ! મને પ્રધાન એવું મેક્ષરૂપી વરદાન આપો ”
આવા અર્થે ભરવાને કમર કસવી, અને એ બાળકની સમજમાં ન આવે તો લાલપીળા થવું, એ કોના ઘરને ન્યાય ?
અતએવ, ઉપરની બાબતે જોતાં વાચકે સહજ સમજી શક્યા હશે કે અર્થોની સાથે મૂળ સત્રે કંઠસ્થ કરાવવાં, એ બાળકોને માટે તે બોજારૂપ–ભયંકર બોજારૂપ જ છે.
અને તેથી મારા નમ્ર મત પ્રમાણે તે જ્યાં સુધી બાળક અર્થગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત ન કરે, તેનું મસ્તિષ્ક તેટલી શક્તિવાળું ન થાય, ત્યાં સુધી અર્થો તે રટાવવા ન જ જોઈએ.
અર્થ ' તે એક વસ્તુઓ એવી છે કે જે કેવળ “વિચારશક્તિની સાથે સંબંધ રાખે છે. જેની વિચારશક્તિ-ગ્રહણશક્તિ સારી, તે અર્થને જલદી સમજી શકે છે અને તેનું ગ્રહણ પણ જલદી કરી શકે છે. માટે બાળકને તેવી અવસ્થામાં અર્થના ઝમેલામાં ન નાખતાં કેવળ સૂત્રો જ મુખપાઠ કરાવવાં જોઈએ.
આથી પણ વધારે સારે ઉપાય એક બીજો છે. અને તે એ કે બાળકની જીભને કેળવવા પ્રથમ પ્રયત્ન થવો જોઈએ. અને તે કેળવવાને સરળ ઉપાય એ છે કે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે સંસ્કૃતને થોડે ઘણે અભ્યાસ દરેક બાળકને જરૂર કરાવો. આ અભ્યાસ કેવળ જીભને કેળવવા નિમિત્તે જ કરાવવાનું હોય તે વ્યાકરણની રટણ પદ્ધતિમાં પહેલેથી ન નાખતાં “ પહેલાં ભાષા અને પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com