________________
હડહડતા જુઠા છે, માત્ર અજ્ઞાનીઓનું તે અજ્ઞાન જ છે. પ્રિય જન! શ્રી કૃષ્ણ પવિત્ર હતા કે અપવિત્ર હતા તે જોવા માટે નીચે આપેલી દલીલ ધ્યાન દઈને વાંચ અને તેના પર વિચાર કર.
દલીલ પ્રિય વૈષ્ણવજન! પ્રથમ દલીલ તે એ છે કે જ્યારે શ્રીકૃષ્ણ રાસલીલા કરી ત્યારે તે યુવાવસ્થાને પ્રાપ્ત થએલ નહેાતા, પણ નાના નવલકીર બાળક હતા. આવા એક નાના નવલકીશેર બાળકને અનેક સુન્દર યુવતિના જાર ઠરાવવા તે કેટલું બધું મૂર્ખાઈ ભરેલું છે? બીજી દલીલ એ છે કે પવિત્રતાના અને નીતિના જે નિયમે તેણે આપેલા છે તેજ નિયમોને, તે પિતે
જ્યારે વ્યક્ત થાય-માનુષી સ્વરૂપ ધારણ કરે, ત્યારે ભંગ કરે તેવું કદિ પણ બને નહિ. ત્રીજી દલીલ એ છે કે ગોપીઓ કાંઈ સાધારણ સ્ત્રીઓ નહતી. પરંતુ મહાન વ્યષિ-મુનિના અવતારરૂપ હતી. તેમજ શ્રીકૃષ્ણ પોતે પણ કાંઈ સાધારણ માણસ નહાતા પણ સ્વત: પ્રભુ પોતે પવિત્રતાની મૂર્તિ હતા. જેથી દલીલ એ છે કે જ્યારે ગોપીઓ ગૃહ ત્યજી શ્રીકૃષ્ણ પાસે ગઈ ત્યારે શ્રીકૃષ્ણ જે વચને કાાં તેના ઉપર વિચાર કરવો જોઈએ. શ્રી ભગવાને કહ્યું હતું કે, “હે પવિત્ર ગોપીઓ! તમે અહિંયા નહિ ઉભાં રહેતાં ગૃહ પ્રતિ જાઓ. સ્ત્રીઓને ધર્મ પતિસેવા છે. હે કુલીન કાન્તાઓ! સંસારમાં રહી યથાર્થ સ્વધર્મ બજાવતાં મારામાં ચિત્ત રાખો, મને શુદ્ધ સાત્વિક પ્રેમથી ચાહે, એ જ હું ઈચ્છું છું. હું કલ્યાણ સ્ત્રીઓ ! મારી લીલા સાંભળવાથી, મારાં દર્શન કરવાથી, મારૂં ધ્યાન ધરવાથી તથા મારૂં કીર્તન કરવાથી મારે વિષે જે ભાવ રહે છે, તે ભાવ અંગસંગ કરવાથી રહેતા નથી.” શ્રીકૃષ્ણના જીવન પર કલંક સુકનાર એ અજ્ઞાની જન ! વિચાર કર કે શ્રીકૃષ્ણ ગોપીકાઓને સ્વધર્મ બજાવવાને ઉપદેશ કરે છે, અંગસંગને તિરસ્કારી નાખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com