SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અંતીમ પરીક્ષા. આત્મા પ્રકાશ તથા અંધકાર વચ્ચે ગોથાં ખાવા લાગે; માયાના પ્રદેશમાં પુન: વિહરવાની તેની વૃત્તિ થઈ નહિ; કાળા મેઘમાંથી અણધાર્યો વીજળીને ઝબકે આવ્યું ન આવ્યું એમ લેપ થઈ જાય તેવા સુષ્ટિના સંબંધ સાથે હદયની લગની લાગી નહિ, વાયુના વેગથી જલધિના જળમાં સુંદર વમળ ગુંથાય છે અને પુનઃ અનિલના સપાટે ક્ષણમાત્રમાં ચુંથાઈ જાય છે તેવી વિશ્વની મેહનીપર મેહ આવ્યો નહિ; રેતીના ગંજમાં જેવું જળબિંદુ છે તેવાં પાર્થિવ સુખ છે એવું માની લીધું. પાર્થિવ દુઃખો અંધકારના ઉદરમાંના જમણના ભૂતો છે એવું સ્પષ્ટ માની લીધું અલખની ધૂન મચાવવા હૃદયમાં તાલાવેલી લાગી રહી; પુન: આત્મજ્યતિ-બ્રહ્મજ્યોતિનાં દર્શન ક્યારે થાય–આવા ગાઢ અંધકારમાંથી કયારે છુટકારો થાય તે માટે તેને જીવ તલપાપડ થવા લાગ્યો. હવે તેની ચિત્તભૂમિ પર મેહનું સામ્રાજ્ય નહોતું, પરંતુ વિવેકનું સામ્રાજ્ય હતું; કામરૂપી નાગ ફરતો ન હતો પણ શુદ્ધ સાત્વિક પ્રેમને કલાપી કેકારવ કરતો હતો; અનેક દુર્ગાની લતાઓ નષ્ટ પામી હતી અને તેની જગ્યાએ દયા, આશા, મધુરતા અને પ્રીતિની વેલે ઉગી હતી; કપટ, અજ્ઞાન, કોધ અને તેમના ગંદા ખાચી દષ્ટિએ પડતાં ન હતાં પણ સરળતા, શાંતિ, ઉદારતા અને જ્ઞાનનાં ઝરણું વહેતાં હતાં; કામદેવનું સંગીત બંધ થયું હતું અને બ્રહ્મનાદ ગવાતે હતા હવે માયાદેવીને મહત્પાદક સિતાર બંધ થયો હતો અને દેવી પ્રકૃતિરૂપી કેયલડીના ટેકારનો પ્રારંભ થયે હતે. અત્યારે ગોપીની-આત્માની સ્થિતિ અંધકાર અને પ્રકાશ વચ્ચેની હતી, એક બાજુ ક્ષણભંગુર દુનિયા અને બીજી બાજુ કુષ્ણુ-પરમાત્મા પર પ્રેમ; મર્યલોક અને ચિરંજીવક વચ્ચે, ક્ષર અને અક્ષર વચ્ચે, પ્રકૃતિ અને પુરૂષ વચ્ચે, ક્ષણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035224
Book TitleRaslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Original Sutra AuthorN/A
AuthorShishya
PublisherVenishankar Govardhanram Bhatt
Publication Year1944
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy