________________
૧૨
જાય છે; એટલે કે પત્થર, ગિરિ, નદી, વૃક્ષ આદિજડ તેમજ વનસ્પતિ પદાર્થોમાં તે દાખલ થાય છે, વિધવિધ પ્રકારના આનંદ મેળવવા તે વિધવિધ પ્રકારના પદાર્થાંને ખારું છે. તેનું ચૈતન્ય, તેની આત્મજ્યેાતિ-જડ પદાર્થોના આંદાલનામાં ખાઇ જાય છે. તે પાતાનું આત્મભાન વિસરી જાય છે અને બહિર્મુખ બને છે. જડ પદાર્થમાં આત્મા કેટલાક કાળ વીતાડે છે; ત્યાંના અનુભવઆનંદ લેવાઇ રહ્યો એટલે ત્યાંથી કટાળી, પ્રાણી દેહમાં દાખલ થાય છે; ત્યાં પણ કેટલેાક સમય વીતાડે છે, અનુભવ મેળવે છે; તે દેહમાં મળતાં આનંદ અને દુ:ખ ભાગવે છે, અંતે તે માનવદેહમાં પ્રવેશે છે. જીવ પ્રથમ માનવદેહમાં સુખ મેળવવાની આશા રાખે છે; તે સુખ મેળવવા અનેક પદાર્થો પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે; પદાર્થો પ્રાપ્ત કરવામાં અનેક દુઃખા સહન કરે છે; લાલસા તૃપ્ત કરવા માટે નિશદિન મચ્યા રહે છે; ખાદ્ય પદાર્થાથી પ્રથમ તેા ક્ષણિક આનંદ થાય છે. પરન્તુ અન્તે દુઃખના વર્ષાદ વરસે છે; નિત્યાનંદ મળતા નથી, તેથી માહ્ય પદાર્થો પરની પ્રીતિ ન્યુન થાય છે. આ ખાદ્ય પદાર્થો મને કર્દિ આનંદ આપી શકે તેમ નથી.” તે પ્રમાણે સમજી પોતે પાતાપણું જોવા માટે, અંતરના આનંદ લેવા માટે, પદાથી કંટાળી જઈ, પેાતાના સત્યસ્વરૂપનું શેાધન કરવા ઇચ્છે છે. આ સ્થિતિએ જ્યારે જીવ પહોંચે છે, એટલે કે જ્યારે પૃથ્વીની કાઇપણ વસ્તુ, નિત્યાનંદ કે જેની તે શેષ કરે છે, તે આપી શકતી નથી; અને જ્યારે ચૈતન્યને જોવા માટે આત્મજ્યાતિ પ્રગટાવવા માટે—જીવ આતુર અને છે, તેને તે પ્રકારની તાલાવેલી લાગી રહે છે ત્યારે તેના પ્રવૃત્તિ માના અંત આવે છે અને નિવૃત્તિ માર્ગીની શરૂઆત થાય છે. હવે બહિર્મુખ મટી તે અંતર્મુખ બને છે; હવે તે પાતાના અંતરના આનદ શેાધવા પ્રયાસ કરે છે. હવે તેનુ આંતર જીવન બદલાઈ જાય છે; તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com