________________
રરસ નિ છે તે વાત ખરી; પણ કેવા પ્રકારનો શૃંગારરસ નિંદ્ય છે અને કેવા પ્રકારને નથી તે આપણે જોવું જોઈએ. શૃંગારરસની શારીરિક ક્રિયા નિંદ્ય છે, પણ તેથી રસ પતે સિંઘ નથી. વિશ્વને મધુરરસ શૃંગાર રસમાંજ સમાએલો છે. કવિત્વ કહો, આનંદ કહે, ઉદ્દીપન કહે, વ્યગ્રતા કહે કે આત્મસમપણ કહ, એ બધું શુંગારરસમાં જ છે; માટે શૃંગારરસ સર્વ રસમાં શ્રેષ્ઠ છે. અન્યને પિતામાં લુબ્ધ કરી દેવાની શક્તિ તથા અવરને માટે આત્મસમર્પણ કરવાની શક્તિ ફક્ત આ રસમાંજ સમાએલી છે. ભૂત્યના ભૂત્યત્વમાં, મિત્રના મિત્રત્વમાં, જનનીના વાત્સલ્ય ભાવમાં આટલું બધું આત્મસમર્પણ નથી; માટે જ સર્વ કરતાં મધુરરસ અમૃતમય છે, બધા રસનું સત્વ આમાં સમાએલું છે. વૈષ્ણવ શાસ્ત્રમાં આ રસને ઉજ્વળ રસ કહે છે.” એ રસમાં જે કામનું વિષય વાસનાનું-અંગસંગ ભાવનું મિશ્રણ થાય તો એ રસ અપવિત્ર થાય, નિંદ્ય ગણાય, ત્યજવા યોગ્ય કહેવાય અને આત્માની ઉન્નતિને બદલે અધોગતિ કરાવનારે કહેવાય; પણ જે પદાર્થમાં અંતર્ગત રહેલાં ચેતન્ય તરફ દષ્ટિ ૨ખાય તો તે મધુરરસ પરમ પવિત્ર છે અને તેનાથી જ પૂર્ણ અખંડ આનંદમય શ્રીકૃષ્ણચંદ્રની પ્રાપ્તિ થાય છે. ગોપીઓએ પણ તે રસ દ્વારા શ્રીકૃષ્ણચંદ્રને પોતાના બનાવ્યા–તેનામાં તન્મય થઈ ગઈ અને તેથી કરીને જ તેમના સંબંધ વિશેના અધ્યાય શ્રીમદ્દ ભાગવતમાં શૃંગારિક ભાષામાં લખાયા છે. તે શૃંગાર છે પણ મલિન નથી એ દષ્ટિ રાખજે. આપણે તે અધ્યાયો વાંચીએ તે કૃષ્ણગોપી પ્રેમનું સત્ય દર્શન આપણને થાય; બાકી તો ફાંફાં મારવાનાં.
સત્ય પ્રેમ. પ્રિય વાંચનાર ! ગોપીપ્રેમતત્વ સમજવા માટે પ્રથમ તે સામાન્ય પ્રેમનું લક્ષણ જાણવું જોઈએ. “વિનાશનું કારણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com