________________
આર્ય સંસ્કૃતિને સંરક્ષી રાખનાર અને તે ભાવનાને પોષનાર જો કોઈ હોય તો તે આર્ય સન્નારી જ છે. પરંતુ અમારા દુર્ભાગ્યે આ સત્યને અમે વિસરી ગયાં છીએ. આપ અમારી એ સુષુપ્ત ભાવનાને પુનઃ જાગૃત કરી અમને અમારે સાચો રાહ બતાવી રહ્યા છે.
નરબીની હિન્દી જનતાને આપે આપનાં વ્યાખ્ય દ્વારા આપણું જૂની આર્ય સંસ્કૃતિનાં પિયુષ પાયો છે. આપના નૈરોબીમાં સુભાગમનથી અહીંનું સમગ્ર વાતાવરણ આર્ય સંસ્કૃતિની મીઠી, શીળી મહેકથી પ્રફુલ્લીત બની મધમધી ઉઠયું છે.
થોડા વર્ષો પહેલાં પરમ પૂજય સ્વામી શ્રી વિવેકાનંદે અમેરિકા જઈને આપણુ ધર્મમાં રહેલી સુંદર ભાવનાને ત્યાંની જનતા સમક્ષ વહેતી મુકી હતી. જગતની સર્વધર્મની પરિષદમાં આ આર્ય ભેખધારી તપસ્વીએ આપણે ઝંડો ફરકાવ્યો હતે. આજે આપે તેવી જ રીતે દરિયાપારનાં સંસ્થાનોમાં ઘૂમીને હિદી સંસ્કૃતિની રસલહાણ કરાવી રહ્યા છો તે ખરેખર પ્રશંસનીય છે, સંગ્રહણીય છે.
આપ અને આપના જેવા પૂજનીય સંન્યાસીઓ વારંવાર પરદેશમાં વસતાં નિજસંસ્કૃતિ ભુલ્યાં ગામનાં બાળકોને તેમની સંસ્કૃતિનું ભાન કરાવે–અને આપણી સંસ્કૃતિને ઝાડે જગતભરમાં ફરમાવે.
આપનાં પુનિત પગલાંથી નૈરોબી શહેર, નૈરોબીની હિન્દી જનતા પાવન થઈ રહી છે એમ કહેવું એ કેવળ બાબર છે. પૂર્વ આફ્રિકાના નૈરોબી શહેરની સ્ત્રી સમાજ આજે આપને મનસા–વાચા-કર્મણ શકિત અનુસાર શ્રદ્ધા ભકિત ને પ્રેમ આદરથી આપની પૂજા કરી રહી છે. અમારું આ ભકિતનું ભાવભર્યું સ્થળ પ્રતીક આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ, આપ તે સ્વીકારી એમને કૃતકૃત્ય કરશો.
અમે છીએ. આ સન્નારીને આદર્શ ઝીલનાર નરેબીની આર્યપુત્રીએ – લલિતાબેન દેસાઈ, મણિબેન પટેલ, લક્ષ્મીબેન જાની,
મુકતાબેન પી. લાલ, મણિબેન રાડીયા, જ્યાબેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com