SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અમે કે અમારું મિશન નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્ર ભારત જ છે. સંસ્કૃતિને ભૂલીને જે દેશ કેવળ રાષ્ટ્રીય આદશને જ વળગી રહે છે તે દેશ મહાન ભૂલ કરે છે. ભારતના અને પશ્ચિમના દેશપ્રેમમાં ફરક છે. ભારતવાસીઓ દેશને દેવીરૂપે પૂજે છે. પશ્ચિમના દેશપ્રેમીઓ લાખો નરનારીના રક્તથી દેશની સીમા અને સત્તાને વધારવા માંગે છે. જ્યારે ભારતને દેશપ્રેમ કેવળ સીમા અને સત્તાના બંધનથી જકડાયેલે નથી, પણ પિતાના દેશની અને જાતિની ઉન્નતિ અને સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર જગતનું કલ્યાણ પણ તે કરવા માંગે છે. ભારતને વિશ્વવાસીઓ જે સન્માન અને ભક્તિની નજરે જુએ છે તે તે તેની આધ્યાત્મિક સંસ્કૃતિને જ આભારી છે. ગુલામી અવસ્થામાં પણ વિવેકાનંદ, રામતીર્થ, રવીન્દ્રનાથ અને ગાંધીજી વગેરે મહાન પુરૂષે પણ એ સંસ્કૃતિને લીધે જ આદરમાન પામ્યા હતાં. અને આજે આ મિશન પણ એ સંસ્કૃતિની ઉદાર વાણું લઈને આફ્રિકા સાથે ભારતને આંતરિક સંબંધ સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આ સંસ્કૃતિના ઐય ઉપર જ ભારત સાથે સમગ્ર વિશ્વનું મહામિલનરૂપી ભવ્ય ઈમારત ઘડાશે.” સત્કાર સમિતિના પ્રમુખ શ્રીયુત જે. એમ. દેશાઈએ તેમના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે, “આપણે આફ્રિકામાં વસી રહેલા તમામ ભારતવાસીઓ અને આફ્રિકાને સૌ જે એક બનીએ તે આજના આવા સંકટ કાળમાં પણ બચી શકીએ. ભારતના કમીશ્નર શ્રીયુત આપે. સાહેબ ૫તે પણ તે જ ઉપદેશ આપ્યો છે. આ મિશન પણ તેવો જ સંદેશ આપે છે. જેથી આપણે તેમના અણુ છીએ.” નાઇરોબીમાં પ્રચાર કાર્ય મિશનના આગમનથી શહેરની જનતામાં વિપુલ ઉત્સાહ વ્યાપી ગયો. દરરોજ જુદી જુદી સંસ્થાઓના આશ્રય હેઠળ મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીના વ્યાખ્યાને થવા લાગ્યાં. મોટા મોટા લેકચર હાલે, રમતના મેદાને, વિદ્યાલયના ચગાને કે મંદિરના આંગણે વગેરે જ્યાં જ્યાં સભા બેલાવવામાં આવતી હતી ત્યાં ત્યાં બધે જ લેકે ગીચોગીચ ભરાઈ જતા. સનાતન ધર્મ સભા, સોસિયલ સર્વિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035221
Book TitlePurv Africama Bharatiya Sanskritino Prachar
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy