________________
ટ
સાથે લેણદેણુના સબંધ ધણા નિકટના હોવા છતાં પણ અંતરમાં–એક ખીજા દેશ, જાતિ અને સંપ્રદાય પ્રત્યે અાજે ભેદ, વિવાદ, દ્વેષ, ઇર્ષા અને હિંસક પ્રવૃત્તિએ ધણું જ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સંકુચિત રાષ્ટ્રવાદ અને સામ્પ્રદાયિક મનાભાવે આજે માનવ જાતિને પશુની હારમાં ઉતારી દીધી છે.
ગયાં પચીસ વર્ષોંની અંદર બે મહાયુદ્ધે ખેલાઇ ગયાં છે. અને ત્રીજા મહાયુદ્ધની તૈયારી પણ ચાલી રહી છે. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ ભારત ભૂમિએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. અમારૂં નવીન સ્વતંત્ર ભારત હજી એટલું બધું સબળ અને સાધન સામગ્રીધાળુ થયુ નથી કે જે આજે કાષ્ઠપણ પ્રકારના દુન્યવી શક્તિ સામર્થ્ય અથવા આર્થિક બાબતમાં દુનિયાના ખીજા દેશોને સહાયતા કરી શકે...પણ તે તેની સંસ્કૃતિના મહાન દિવ્ય સંદેશા અને આદર્શ પૃથ્વીના દરેક રાષ્ટ્રાને પઢાંચાડી શકે જેથી દુનિયામાં શાંતિ અને મુક્તિનું વાતાવરણ ફેલાય. એ સંસ્કૃતિના આદર્શોના પ્રચાર કરવા એ સ્વાધીન ભારતના નાગરિ તરીકે અમારી પ્રથમ ફરજ છે. જ્યારે અમા પરાધીન હતા ત્યારે એ પ્રચાર સાક થતા ન હતા. પરંતુ આજે તા એ સ્વતંત્ર રાષ્ટ્ર તરફથી પ્રચાર કરવામાં આવે તે સમગ્ર જગત તેને અપનાવી લેશે. અને તેથી જ જગતમાં શાંતિ ફેલાવવાની જે જવાબદારી વિધાતાએ ભારતને જ યુગયુગથી અપેલી છે, તેને આજે ીથી સંભાળી લેવાની જરૂર છે.
રાજનૈતિક સ્વાર્થ રક્ષણની સાથે સાથે જ ભારત રાષ્ટ્ર તરફથી ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે સાંસ્કૃતિક હતાને પણ વિશ્વ સમક્ષ માલવા જોઇએ. આજે ભારતને સ્વદેશમાં શાંતિની પ્રતિષ્ઠા, સંગઠન, આદર્શ શિક્ષણુ અને કેળવણીના પ્રબંધ, વિજ્ઞાનમાં ઉન્નતિની કેાશિષ વગેરે વગેરે મહાન કાર્યાની સાથે સાથે ઉદાર દૃષ્ટિથી વિશ્વની સમસ્યા પ્રત્યે પણ લક્ષ રાખીને તેના સમાધાન માટે પણ પ્રયત્નો કરવા જોઇએ.’
સ ંમેલનના પ્રમુખ શ્રીયુત પટેલે તેમના ભાષણ દરમ્યાન જણાવ્યું કે “આપણે બધા પોતપોતાના સ્વાર્થ માટે જો કે હિંદુ બહાર વિદેશમાં આવ્યા છીએ પણ તેથી માતૃભૂમિ ભારત પ્રત્યેનું આાપણું કર્તવ્ય ભૂલી જવાનું નથી. દુનિયાના કાઈપણ પ્રાંતમાં આપણે કેમ ન રહેતા હાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com