________________
૩૪.
ડતાં હોય છે ત્યારે તેવી વિકટ પરિસ્થિતિમાં ખાસ વિચારપૂર્વક પૈયા ખર્ચવાની જરૂર છે. અત્યારે જેવી રીતે પૈસાને દુરૂપયોગ થઈ રહ્યો છે, ભારતને ધનિક સંપ્રદાય કયારેય એવી રીતે પૈસાને દુરૂપયેગ કરતા ન હતે. કુટુંબના પિષણ માટે જોઈએ એટલા પૈસા તેઓ પોતાની પાસે રાખતા હતા અને બાકીના પૈસા તેઓ સમાજ અને રાષ્ટ્રની સેવાના કાર્યમાં મુક્તા હસ્તે ખર્ચ કરતા હતા. મહાત્મા ગાંધીજી પણ આ જમાનામાં ભારતના ધનિકને એ જ સનાતન આદર્શને અનુસરીને ચાલવા કહી ગયા છે.”
ગુરુનાનક જયંતિને પ્રસંગે સ્વામીજીએ અહીંના શિખ ગુરુ દ્વારામાં એક જુસ્સાદાર અને પ્રેરક પ્રવચન કર્યું હતું અને શિખ સંપ્રદાયને સ્વધર્મ, સંસ્કૃતિ, સ્વદેશ અને રાષ્ટ્રના રક્ષણને માટે હરહંમેશ તૈયાર રહેવા વિનંતિ કરી હતી. સ્થાનિક વિદ્યાર્થિનીઓની એક સભામાં પણ સ્વામીજીએ પ્રવચન કરતાં વિદ્યાર્થિનીઓના જીવનના આદર્શ વિષે એમને સચેટ ખ્યાલ આપ્યો હતે.
કંપાલાને કેન્દ્ર રાખીને સ્વામી અને તેમની મંડળીના બીજા પ્રચારકોએ મસાકા ખારારા, બાકા, એન્ટબે વગેરે સ્થળોમાં પણ સારું પચાર કાર્ય કર્યું હતું.
બુકેબામાં પ્રચાર તા. ૨૬-૧૦-૪૮ ને દિવસે બુકેબા બંદરમાં ત્યાંના ઇન્ડિયન એસેસીએશનના આશ્રય હેઠળ એક સભા ભરાઈ હતી જેનું પ્રમુખપદ પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ બી. પતે લીધું હતું. સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વેતાનંદજીએ એ પ્રસંગે પ્રવચન કરતાં કહ્યું હતું કે –ભારતના સ્વતંત્ર થતાંની સાથે સાથે જ આ દેશમાં વસતા પ્રવાસી ભારતવાસીઓ પણ આપ મેળે જ એક અભિનવ રાજનૈતિક તથા સાંપ્રદાયિક પરિસ્થિતિની અંદર મુઝ સયા છે. આ સંકટમય પરિસ્થિતિમાં ભારતરાષ્ટ્ર તરફથી પૂર્વ પ્રકામાં ભારતીય રાષ્ટ્રકૂતનું આગમન અહીના પ્રવાસી ભારતવાસીઓને માટે એક મહાન આશ્વાસન રૂપ થઈ પડયું છે. ભારતીય રાજહત ભારત રાષ્ટ્રના જે સદશાને લઈને અહીં પધાર્યા છે અમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com