________________
૨૮
અત્યાચારોનું નિવારણ કરીને ન્યાય અને નીતિની પ્રતિષ્ઠા કરવી એ હિંદુ ધર્મનું શિક્ષણ છે અને એ જ ભારતીય રાષ્ટ્રને આદર્શ છે. એક રાષ્ટ્રને માટે જે ચાર પ્રકારની શક્તિની આવશ્યક્તા રહે છે તે ચારે ચાર પ્રકારની શક્તિ એટલે કે જ્ઞાનશક્તિ, ધનશક્તિ, ક્ષાત્રશકિત અને જનશક્તિને સમાવેશ આ શ્રી દુર્ગા પ્રતિમાની અંદર જોવામાં આવે છે. સરસ્વતી જ્ઞાનશકિતનું, લક્ષ્મી ધનશકિતનું, કાર્તિક ક્ષાત્રશકિતનું અને ગણપતિ જનશકિતનું પ્રતિક છે. આ ચારેય શકિતના સમન્વય રૂપી શ્રી દુર્ગા તેથી જ એક પરિપૂર્ણ રાષ્ટ્રની પ્રતિમૂર્તિ છે. શ્રી દુર્ગાની આરાધના કરીને નવીન ભારત એ ચારેય પ્રકારની મહાશકિતની બક્ષિસ માંગી લે તે જ આ પૂજાની સાર્થકતા થાય છે.” સ્વામી શ્રી પરમાનંદજીએ શ્રી દુર્ગા દેવીની લીલા વિષે એમ કહ્યું હતું કે “દૈવી સંસ્કૃતિ જયારે આસુરિક સંસ્કૃતિથી દબાઈ જાય છે ત્યારે જ શ્રી દુર્ગા દેવીનું પ્રાગટય થાય છે અને ફરીથી દેવી સંસ્કૃતિને જયજયકાર થાય છે. આજે સમગ્ર દુનિયામાં આસુરી સંસ્કૃતિની બેલબાલા ચાલી રહી છે. અને ભારતીય દૈવી સંસ્કૃતિના પ્રચાર વડે અમે જે આ આસુરિક સંસ્કૃતિના પ્રભાવથી જગતને મુક્ત કરવા માટે પ્રયત્ન કરીશું તે જ શ્રી દુર્ગાદેવીને આશીર્વાદ અમને પ્રાપ્ત થશે.”
બીજે દીવસે શ્રી શિવાભાઈ પટેલ અને ત્રીજે દિવસે શ્રી રાધવજીભાઈ કાનજીભાઈએ પ્રમુખસ્થાન લીધાં હતાં. શ્રી જે. એન. પાંડયા, શ્રી ગીરધરલાલ સંઘવી, શ્રી. કૃપાલજી, શ્રી. એમ. ડી. આચાર્ય વગેરે વકતાઓએ આ સંમેલનમાં પ્રવચને કર્યા હતાં. સંમેલનમાં (૧) ભારત સરકારને તેમજ ભારતીય જનતાને સમગ્ર જગતમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે પ્રચાર મોકલવા માટે વિનંતિ કરતા, (૨) ભારત રાષ્ટ્રના અગ્રગણ્ય નેતાઓના સમર્થનથી અને શ્રી ભારત સેવાશ્રમ સંધના ઉદ્યોગથી જે ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળીને બાદિકામાં મોકલવામાં આવી છે તે માટે એ નેતાઓને તેમ જ સંધને આભાર માનતા તેમ જ (૩) આફ્રિકા સાથે સાંસ્કૃતિક સંબંધને કાયમ રાખવા માટે બન્ને દેશવાસીઓને વિનંતી કરતા ત્રણ ઠરાવો સમેલનમાં પસાર થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com