________________
૨૦
આવ્યા હતા. આરતિ અને વ્યાયામપ્રયોગ પછી સ્વામીજીએ શ્રીકૃષ્ણ ભગવાનના જીવન વિષે ખેલતાં કહ્યું હતું કે– શ્રીકૃષ્ણ ભગવાન પિતાના સમગ્ર જીવનમાં દુષ્ટ, દુરાચારી અને અત્યાચારી અસુર નિકંદન કાઢી ન્યાય, નીતિ અને ધર્મની સ્થાપના કરી ગયા છે. પરતંત્ર ભારતમાં
અમે શ્રીકૃષ્ણ ભગવાનની એ લીલા કથાઓને સાવ વિસરી ગયા હતા. - આજે સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રમૂર્તિ, અને ધર્મ સમ્રાજ્યના નિર્માતા શ્રીકૃષ્ણ ભગવાનનું દિવ્ય જીવન અને કાર્ય અને સર્વને પ્રેરણા આપે અને માર્ગદર્શન કરાવે, આજે તેમની પાસે અમારી એવી જ આછળ ભરી પ્રાર્થના છે.” શાંતિયજ્ઞ અને પ્રસાદની વહેંચણી થયા પછી મેડી રાત્રે ઉત્સવનું કાર્ય પૂરું થયું હતું.
33મામાં પ્રચાર. મોરગેરેના પ્રચારકાર્યો પૂરા કર્યા પછી મંડળી ડેડામામાં પહેચતાં જ ત્યાંના હિન્દુ મંડળના આગેવાન અને સ્વયંસેવકે તેમ જ અન્ય સ્થાનિક અગ્રગણ્ય નેતાઓએ સ્ટેશનમાં મંડળીને ભવ્ય આવકાર આપે.
પ્રતિનિધિ મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ અહીંના હિંદુ મંડળના આશ્રય હેઠળ “ભારતીય સંસ્કૃતિનાં જુદાં જુદાં પાસાંઓ” “ભારતીય નાગરિકોનાં કર્તવ્ય ” “યુવક આંદોલનનો આદર્શ ” વગેરે વિષય ઉપર પ્રવચન કર્યા.
સ્થાનિક હિંદુઓ તરફથી તા. ૫મી સપ્ટેમ્બરે આપવામાં આવેલા એક અભિનંદનના જવાબમાં સ્વામીજીએ કહ્યું હતું કે“ભારતવાસીઓ જ્યારે પૈસા કમાવાને માટે વિદેશમાં આવે છે ત્યારે તેમને ઘણું બાબતોમાં ફાયદે તે જાણે મળે જ છે; પરંતુ તેની સાથે સાથે તેમને કેટલીક બાબતોમાં નુકસાન પણ પહોંચે છે તેમાં પણ શંકા નથી. વિદેશમાં આવીને તેઓ ઘણે વખતે ભૂલી જાય છે કે સ્વદેશ, સ્વસમાજ, સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે તેમણે વફાદારી રાખવી જોઈએ અને એ બાબતમાં તેમની જે ફરજે છે તેનું યથાયોગ્ય પાલન કરવું નેઇએ. તેમ કરતા ભૂલી જવાથી જ તેમનામાં નૈતિક અધઃપતન આવી
જાય છે અને પિતાના આદર્શોને તેઓ ગુમાવી બેસે છે. ભારત પરતંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com