________________
૧૭
એજ દિવસે સાંજે હિંદુ કલબના વિશાળ મેદાનમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ, અરેબીયન, આફ્રિકન, અંગ્રેજ વગેરે તમામ નાગરિકે એકત્રિત થયા હતા. સ્વતંત્રતા ઉત્સવ કમીટીના પ્રમુખ શ્રી મનુભાઈ દેસાઈએ આ સભાનું પ્રમુખપદ લીધું હતું. સ્વયંસેવક તથા સ્વયંસેવિકાઓએ ડીલ તેમ જ વ્યાયામ પ્રયોગો બતાવ્યા હતા. સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એ પ્રસંગે એક જુસ્સાદાર અને પ્રેરક ભાષણ આપી ઉપસ્થિત ભારતવાસીઓને સ્વતંત્રતાના તાત્પર્યને સમજી તે રીતે વર્તવા માટે હાકલ કરી હતી. તે વખતના કેંગ્રેસના પ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદ પાસેથી તે વખતે સ્વામીજીને જે પત્ર મળ્યું હતું તે આ સભામાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેને સારાંશ નીચે મુજબ તે –
હાલા સ્વામીજી, આપ કૃપા કરી પૂર્વ આફ્રિકામાં વસતા ભારતવાસીઓને મારી શુભેચ્છા અને અભિનંદન પહોંચાડશે? અમે સ્વદેશમાં રહીએ છીએ છતાં પરદેશમાં રહેલા ભારતવાસીઓ હમેશાં અમારી નજીકમાં જ રહે છે; કારણ કે ત્યાં ગયા તેથી તેઓ અમારા સગાસંબંધીઓ મટી ગયા નથી. અમે હમેશાં જ તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થઈએ છીએ. પરમાત્માની કૃપાથી મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ અમોએ સ્વતંત્રતા મેળવી છે. એ સ્વતંત્રતા અમેએ બીજા કોઈપણ સાધન કરતાં શ્રેષ્ઠ સાધનરૂપી અમારી નૈતિક શક્તિને પ્રતાપે જ મેળવી છે. અને ગમે ત્યાં આપણે રહીશું તો પણ એ જ નૈતિક શક્તિ આપણને બધાયને સુખી થવામાં અને બીજાઓને સુખી બનાવવામાં મદદ કરશે.”
|
(સહી) રાજેન્દ્રપ્રસાદ – મેગેરેમાં જન્માષ્ટમી ઉત્સવ – ટાંગાનું પ્રચાર કાર્ય પૂરું કર્યા પછી મંડળી મેરેગોરે આવી પહોંચી હતી. ત્યાંના હિંદુ મંડળ તરફથી બેલાવાતી દરરોજની સભામાં ત્યાંના પ્રવાસી ભારતવાસીઓ સારી સંખ્યામાં હાજરી આપતા હતા. મંડળીના નેતા સ્વામી શ્રી અતાનંદજીએ અહીં “હિંદુ સમાજનું સંગઠન”, “યુગ ધર્મ”, “ભારતીય સંસ્કૃતિને આદર્શ” વગેરે વિષય ઉપર વ્યાખ્યાને આપ્યાં હતાં. તા. ૨૭ મી ઓગષ્ટ મંડળી તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com