________________
સભામાં સ્વામીજીએ ગાંધીજીના જીવનને આદર્શ ” વિષે પ્રવચન કર્યું હતું. તા. ૨૬મીએ સનાતન ધર્મ સભામાં સ્વામીજી “ આત્મજ્ઞાન ” વિષે બોલ્યા હતા. તા. ૨૮ મીએ “સ્વતંત્ર ભારતના યુવાનનું કર્તવ્ય” વિષે અને તા. ૨૮ મીએ “જાતિ અને સમાજના સંગઠનમાં ગૃહસ્થીઓને ફાળે” વિષે સ્વામીજીનાં બે પ્રેરક પ્રવચને થયાં હતાં. તા. ૩૦મી એ સનાતન ધર્મ સભા તરફથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં લાવવામાં આવેલી સભામાં સ્વામીજીએ હિંદુ ધર્મની મહત્તા” વિષે પ્રવચન કર્યું હતું. તા. ૧ લી તથા ૨ જી જુલાઇએ આર્ય કન્યાશાળામાં “હિંદુઓના સામાજિક જીવનને આદ” તથા “હિંદુ સમાજનું સંગઠન” વિષે બે પ્રવચને કર્યા હતાં. તા. ૩ જુએ સનાતન ધર્મ સભા તરફથી બેલાવવામાં આવેલી સભામાં હિંદુત્વની પુનઃ પ્રતિષ્ઠા સંબંધમાં સ્વામીજીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું. બીજે દિવસે સંન્યાસ આશ્રમમાં પૂજા તથા આરતિના અનુષ્ઠાને રાખી “આનુછાનિક હિંદુત્વ” વિષે. સ્વામીજી બેલ્યા હતા. ત્યારપછી આર્યસમાજ વ્યાયામશાળામાં
વ્યાયામ અને બ્રહ્મચર્ય” વિષે અને બીજે દિવસે શિખ ગુરૂદ્વારમાં “ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં શિખ સમ્પ્રદાયને ફાળો” વિષે સ્વામીજીનાં પ્રવચને થયાં હતાં. તા. ૮ મીએ સ્વામીજી “ભારતીય સંસ્કૃતિમાં જૈન સંપ્રદાયનો ફાળ” વિષે બોલ્યા હતા. તા. ૯ મીએ સનાતન ધર્મ સભાના હેલમાં થિએસોફિકલ સોસાયટી તરફથી બોલાવવામાં આવેલી સભામાં “બ્રહ્મ વિદ્યા” વિષે સ્વામીજીએ એક વિદ્વત્તાપૂર્ણ ભાષણ આપ્યું હતું. તા. ૧૦ મીએ એ જ હોલમાં સનાતન ધર્મ સભા તરફથી આ સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળને એક માનપત્ર આપવામાં આવ્યું હતું.
. ૧૧ મીએ સેસીયલ સર્વીસ લીગ તરફથી મિનરવા ટેકીઝ હેલમાં બેલાવાયેલી સભામાં સ્વામીજીએ “માનવ જીવનની સાળતાને માર્ગ” તથા “વર્તમાન સભ્યતા” વિષે અનુક્રમે અંગ્રેજી તથા હિંદીમાં બે જુસ્સાદાર પ્રવચને કર્યા હતાં. તા. ૧૪ મીએ શકર આશ્રમમાં શાંતિ યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com