________________
અન્ય ભારતીય આગેવાનોએ આ મંડળને ભવ્ય આદરસતકાર કર્યો હતે. તા. ૧૮ મીએ સ્થાનિક હિંદુ યુનિયનના ઉદ્યોગથી એક વિરાટ સભા બોલાવવામાં આવી હતી જેમાં યુનિયનના પ્રમુખ શ્રી ટી. જે. ઈનામદારે ભારત સેવાશ્રમ સંઘને પરિચય આપ્યો હતો અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ “ભારતીય સંસ્કૃતિને આદર્શ” વિષે એક પ્રેરક પ્રવચન આપતાં કહ્યું હતું કે – આફ્રિકા પ્રવાસી ભારતના નાગરિકે પ્રત્યે અમારી જે ફરજ છે મુખ્યત્વે તે ફરજ બજાવવા માટે જ ભારત સેવાશ્રમ સંઘ તરફથી આ મંડળને મોકલવામાં આવ્યું છે. આજે દુનિયા સમક્ષ ભારતીય સંસ્કૃતિને પરિચય આપવાનો વખત આવી ગયો છે. અને તેને માટે ખાસ આવશ્યકતા પણ ઉભી થઈ છે. વર્તમાન પરિસ્થિતિમાં એક માત્ર ભારતીય સંસ્કૃતિના ઉદાર આદર્શના પ્રચારથી જ દુનિયામાં શાંતિની સ્થાપના થઈ શકે એમ છે. એ દૃષ્ટિએ પણ આ સંસ્કૃતિક પ્રતિનિધિ મંડળની આફ્રિકાની સફર અગત્યની છે.” રથાનિક આગેવાને તરફથી બેલાવવામાં આવેલી બીજી બે સભાઓમાં પણ સ્વામીશ્રીએ પ્રેરક પ્રવચને કર્યા હતાં.
તા. ૨૦ મીએ મહાત્મા ગાંધીજીની ભસ્મ દર્શનને કારણે સ્વામીજીએ “ગાંધીજીના જીવન” વિષે મનનીય પ્રવચન કર્યું હતું.
ઝાંઝીબારમાં પ્રચાર તા. ૨૨ મીએ મંડળી ઝાંઝીબાર દ્વીપમાં પહોંચતાં સ્થાનિક હિંદુ યુનિયન તરફથી મંડળીના સ્વાગત માટે આય સમાજ હાલમાં બેલાવવામાં આવેલી એક વિરાટ સભામાં સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ “ સ્વતંત્ર ભારતને સંદેશ” વિષે એક જુસ્સાદાર ભાષણ આપ્યું હતું.
– દારેસલામમાં પ્રચાર – ત્યારપછી મંડળી ટાંગાનિકા પ્રદેશની રાજધાની દારેસલામ પહોંચતા તા. ૨૪મી જુને ત્યાંના હિંદુ મંડળ તરફથી દેવકુમાર આર્ય કન્યાશાળાના હાલમાં બોલાવવામાં આવેલી એક વિરાટ સભામાં સ્વામીજીએ “ભારતીય સંસ્કૃતિની વાણી” વિષે એક મનનીય તેમ જ પ્રેરક પ્રવચન કર્યું હતું. બીજે દિવસે ગાંધીજીના ભસ્મ દર્શનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com