SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૭૪–લિપી એટલે શું? ઋષભદેવ સ્વામીએ પોતાની પુત્રીને અઢાર લિપી શીખવી છે, તેનાં જુદાં જુદાં નામ છે ? વળી અત્યારે એમાંની કેટલી વિદ્યમાન હશે ? કાળે કરી અઢારમાં વધારે ઓછી હોવાપણું ખરું કે નહિ ? ઉત્તર–પ્રભુએ બતાવેલી અઢાર લિપીના નામ અનેક જગ્યાએ કહેલાં છે, લિપી અક્ષરોની આકૃતિનું નામ છે; એ અઢારમાંથી અત્યારે કેટલી વિદામાન છે, તે હું કહી શકું તેમ નથી. અઢારથી ઓછી વસ્તી હોય છે, તેમ જ તેના પેટા ભેદ પણ ઘણા પડી શકે છે. પ્રશ્ન ઉપ–કટાસણું અને મુહપત્તિનું કેટલું માપ હોવું જોઈએ? ઉત્તર–કટાસણાનું માપ પોતે પલાંઠી વાળો બેસી શકે તેટલું સમજવું અને મુહપત્તિનું પિતાની એક વેંત અને ચાર આંગલ અથવા સેલ આંગલનું સમજવું. પ્રશ્ન ૭૬–શુભ ખાતાની રકમ ધર્મ સંબંધીના સર્વ કામમાં ખરચી શકાય છે, એમ આચાર્ય મહારાજ કહે છે, તો તે રકમ ગૃહસ્થ રચેલાં સ્તવનો, પદો વિગેરે છપાવી પ્રસિદ્ધ કરી લાભ આપવામાં વાપરી શકાય ? ઉત્તર–શુભ ખાતાનું દ્રવ્ય તમે જણાવેલ બાબતમાં વાપરવામાં બાધ જણાતો નથી. પ્રશ્ન ૭૭–આગામી ચોવીશીના પહેલા તીર્થકર ક્યા આરામાં અને ક્યારે થવાના છે? અને તેમનું નામ શું છે? ઉત્તર–આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાના (૮૯) પક્ષ ગયા પછી પ્રથમ નરકમાંથી આવીને શ્રેણિક રાજાને જીવ પદ્મનાભ નામે તીર્થકર થવાના છે. તે માતાના ગર્ભમાં તે વખતે ઉત્પન્ન થશે. પ્રશ્ન ૭૮–બાદર અગ્નિ મનુષ્યક્ષેત્રમાં જ હોય એમ કહેલ છે, તે વિજળી, વરસાદ, ગજરવ વિગેરે મનુષ્યક્ષેત્રની બહાર હોય કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy