________________
: ૩૪ : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર–અંતરદ્વીપમાં વસનારા મનુષ્યો યુગલીયાં જ હોય છે. અને તે પણ અકર્મભૂમિ જ કહેવાય છે; શરીર, આયુષ્ય વિગેરેમાં ફેર છે; ત્યાં ધર્માધર્મનો વિચાર નથી; કલ્પવૃક્ષો છે.
પ્રશ્ન પ૪–જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા કાને કહીએ ?
ઉત્તર–ચારણમુનિના બે પ્રકાર છે, જંઘાચાર અને વિદ્યાચારણ એ બન્ને ચારણ લબ્ધિવાળા હોય છે. વિદ્યાચારણ કરતાં જંઘાચારણની લબ્ધિ ઊંચ કોટીની હોય છે.
પ્રશ્ન પપ-આપણું ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે તીર્થકરે, ચક્રવર્તિ આદિ ઉપજે છે ત્યારે ત્યારે ઐરાવતમાં અને ધાતકીખંડ તથા પુષ્કરવરદીપના ભરત, ઐરવતમાંના ક્ષેત્રમાં પણ ઉપજતા હશે કે નહિ ? વળી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની ગણના પણ પૂર્વોક્ત ક્ષેત્રમાં
અહીંના પ્રમાણે જ હશે કે નહિ ? વળી મહાવિદેહ સિવાય હુંડા અવસર્પિણી કાળ અઢીદ્વીપના બીજ દશે ક્ષેત્રોમાં હશે? હુંડા અવસર્પિણી કોને કહીએ ? અને તે કેટલા કાળે ફરી આવે?
ઉત્તર—આપણા ભરતક્ષેત્ર પ્રમાણે જ પાંચે ભરત અને ઐરવામાં સમકાને તીર્થકર, ચક્રવર્તિઓ અને વાસુદેવ વિગેરે થાય છે; ઉત્સપિણી, અવસર્પિણી કાળ દશે ક્ષેત્રોમાં અહીં પ્રમાણે જ હોય છે, અને હુંડા અવસર્પિણ પણ દશે ક્ષેત્રોમાં વર્તે છે. હુંડા અવસર્પિણ કનિષ્ટ કાળને કહે છે અને તે અનંત કાળે ફરીને આવે છે.
પ્રશ્ન ૫૬–શત્રુંજય અને ગિરનાર અનાદિ કાળથી છે કે નહિ? કેમકે શત્રુંજયને પ્રાયઃ શાશ્વત કહ્યો છે.
ઉત્તર–શત્રુંજય તીર્થ પ્રાયે શાશ્વત હોવાથી અનાદિ કાળને અમુક અપેક્ષાએ કહી શકાય છે; ગિરનાર માટે તે સમજવું નહિ.
પ્રશ્ન પ૭–સમાધિ મરણ થયા પછી જીવ અમુક ભવે મેલે જાય એ નિયમ હશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com