________________
નિ વેદન
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનું સંપૂર્ણ સૌભાગ્ય આ. જંબુસૂરિને ફાળે જાય છે, કારણ કે જ્યારે એમણે તપાખરતર-ભેદનું સંપાદન-પ્રકાશન કર્યું ત્યારે અમારે પણ વિવશ આનું પ્રકાશન કરવું પડે છે.
તપાખરતરભેદમાં જેવા શબ્દપ્રહારે અમારા ગચ્છના પૂજ્ય પૂર્વચાર્યો પર કરવામાં આવ્યા છે તેવા અમારે પણ આમાં યદ્યપિ કરવા પડ્યા છે, છતાં તેમાં અમારું લક્ષ્ય કેવળ તપાખરતર-ભેદના સંપાદક કે તેના સહયોગિ તરફજ છે. પણ બીજા કેઇના તરફ નથી.
ગમે તે ગચ્છના ગમે તે મહાપુરૂષો કે જેમણે વીતરાગદેવની આજ્ઞાને વફાદાર રહીને જે વિવિધ પ્રકારે શાસનસેવા બજાવવા સાથે ધમપ્રભાવના કરી છે, તેમના પ્રત્યે અમારે કોઈ જાતને દ્વેષભાવ નથી, એટલું જ નહી, બલ્ક તે તે મહાપુરૂષે પ્રત્યે અમારી પૂર્ણ સદભાવના અને પૂજ્યબુદ્ધિ છે, માટે આ ગ્રંથ અવેલેકી બીજાઓએ પિતાની ચિત્તવૃત્તિને કોઈ પણ નિમિત્તે કલુષિત ન કરતાં કેવળ સત્યાન્વેષણમાં તત્પરતા દાખવવી.
આના ટિપણે વિગેરે લખવામાં સ્વગીય આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મ. અને વિ. પૂ. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મહારાજે મને ખૂબ ખૂબ દિશાસૂચન કરી ભારે ઉપકાર કર્યો છે, તે કયારેય ભૂલાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com