________________
પ્રશ્રપ્રદીપ
૨૪ મો સટીક, પંચાશક સટીક, પંચ વસ્તુ સટીક, આદિ ગ્રંથમાં છે. તથા “અભિધાન રાજેન્દ્ર” કેષ, ભાગ ૫ મા, પૃષ્ઠ ૯૨૯માં પણ છે. ૬
(૮) સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયો
પ્રશ્ન ૩૮ - આત્માને પિતાનું આત્મ સ્વરૂપ સ્વાધીન કરવા માટે પ્રયત્ન કરે જોઈએ?
ઉત્તર : કર્મનાં કારસ્થાનને ઊંધા વાળવાં હોય તે તેની આજીની બધી ગોઠવણ આપણે જાણવી પડશે; શત્રુના પ્રપંચે આપણી પાસે ખુલ્લા ન થાય ત્યાં સુધી તેને આપણે ઊંધા ન વાળી શકીએ.
નાના કે મોટાં સવ રાજ્ય લશ્કર પાછળ જેટલો ખર્ચ કરે તેટલો જ અગર તેથી પણ વધારે ખર્ચ જાસૂસી માટે કરે છે. તેનું કારણ માત્ર એ જ છે કે, જ્યાં સુધી શત્રુની ગોઠવણી ન જાણવામાં આવે ત્યાં સુધી તેને ઉખેડવા માટે તૈયારી ના કરી શકાય. આ જ પ્રકારે આત્મા ઉપર આક્રમણ કરનારી કર્મરાજાએ ગોઠવેલી સંસારચકની બાજી જ્યાં સુધી બરાબર ન સમજાય, ત્યાં સુધી તેને પૂર્ણ રૂપે ઉડાવી ન શકાય. ૧
પ્રશ્ન ૩૯ – કર્મો સાથે જેણે લડાઈ જાહેર કરેલ હોય, તે ભલે તેને જીતવાનો પ્રયત્ન કરે. સૌ કેઈએ કયા કને જીતવાનો નિર્ણય કર્યો છે?
ઉત્તર – જેમ કેઈ એક હત્યારાએ એક વ્યક્તિનું ખૂન કર્યું તે તેના હિસ્સેદાર માટે તે જેમ શત્રુ ગણાય, તેમ જીવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com